Aapnu Gujarat
બ્લોગ

કવાંટ તાલુકાના કરજવાંટ ગામે ગામશાઇ ઇન્‍દ ઉજવાયો

છોટાઉદેપુર જિલ્‍લાના કવાંટ તાલુકાના કરજવાંટ ગામે ગામસાંઇ ઈન્‍દની ઉજવણી કરવામાં આવી હતી. કરજવાંટ ગામના માજી સરપંચશ્રી ગજાભાઇ રાઠવાએ જણાવ્‍યું હતું કે આશરે ૭૫ વર્ષ અગાઉ અમારા ગામમાં ગામસાંઇ ઇન્‍દ કરીને ઇન્‍દ્રદેવની પૂજા કરવામાં આવી હતી. ત્‍યારબાદ ચાલુ વર્ષે ગામ સાઇ ઇન્‍દઅને દેવોની પેઢી બદલવાની ઉજવણી કરવામાં આવી છે. ગજાભાઇ જણાવે છેકે અમારા પૂર્વજોને અમે ખત્રીજ રૂપે પૂજા કરીએ છીએ. પૂજા માટે પૂર્વજોના પથ્‍થરના પાળીયા અથવા સાગના લાકડામાંથી પાળીયા(ખુટા) તૈયાર કરવામાં આવે છે તેના ઉપર પાઘડી અને ધોતી પહેરાવવામાં આવે છે. લાકડાના પાળીયા વર્ષો પછી લાકડુ કોહવાઇ જાય એટલે ફરીથી નવા પાળીયા(ખૂટા) બનાવવામાં આવે છે તેને દેવોની પેઢી બદલવી કહેવામાં આવે છે. દેવોની પેઢી બદલવા આખુ ગામ ઉજવણી કરે છે અને દરેક કુટુંબ (ગોત્ર) પોતાના ખત્રીજના પાળીયા (ખૂડા) બદલે છે. અને સમૂહમાં એક જગ્‍યાએ એકત્ર થઇ ઇન્‍દ્ર દેવના જવારાના વાવણી કરે છે. આ જગ્‍યાને અખાડો કહેવામાં આવે છે. આ સ્‍થળે પાટલા ઉપર ઇન્‍દ્રદેવની સ્‍થાપના કરવામાં આવે છે. ગામના પટેલ-પૂજારાના ઘરમાં પણ પાટલા પૂજન થાય છે. અને જવારા પણ વાવવામાં આવે છે. ગામ લોકો ફુલજાતર માતાની પણ સ્‍થાપના કરે છે.

ફુલજાતર માતા પણ પ્રકૃતિની પૂજાનો પ્રકાર છે. દરેક છોડ ધન ધાન્‍ય પાકોને ફુલ આવે છે તે ફુલોની પૂજા કરે છે. આદિવાસીઓ માને છે કે જો ધન ધાન્‍ય પાકો કે વૃક્ષ ઉપર ફુલ ન આવે તો પાક કે ફળ આવી ન શકે એટલે એની પૂજા કરે છે અને આ ફુલો નેજ માતા તરીકે પૂજે છે. આદિવાસીઓ ધરતીની પણ માતા તરીકે પૂજા કરે છે. વૃક્ષોની પણ પૂજા કરે છે. અને નવા ધાન્‍ય પકોના છોડની પણ દિવાસામાં પૂજા કરે છે.

આદિવાસીઓ ઇન્‍દ્રદેવને ઇન્‍દ્ર રાજા તરીકે પૂજે છે અને તેઓ ઈન્‍દ્રદેવને વર્ષાઋતુનો દેવ માને છે એટલે તેની પૂજા કરે છે. પૂજાના દિવસે સાંજ સમયે ઢોલ નગારાના તાલે જંગલમાંથી કરમના ઝાડ ઉપરથી ડાળો કાપીને લાવે છે. ઝાડ ઉપરથી ડાળ કાપે તેને એકજ ઝાટકે કાપેલી હોવી જોઇએ અને એ ડાળને જમીન ઉપર પડતા પહેલા અધ્‍ધરથી ઝીલી લેવાની હોય છે. જમીન ઉપર પડી ગયેલી કે એક ઝાટકે કપાઇ ન હોય તેવી ડાળો પૂજામાં વાપરતા નથી. ડાળો જંગલમાંથી લાવ્‍યા બાદ અખાડાની બહાર ડાળોની રોપણી કરવામાં આવે છે. ડાળો સાથે કેળ-શેરડી પણ રોપણી કરવામાં આવે છે અને દરેક ડાળની પુજા માટે કુલડીમાં ગોળનું પાણી ભરે છે અને ભીંડીના બંધ્‍યામાં ઢેબરા(વડા) પરોવીને બાંધવામાં આવે છે.

સવારે પાંચકે વાગ્‍યે ડાળોની વળામણી કરવામાં આવે છે.યુવાનો નાચતા નાચતાં ડાળો હાથમાં લઇ ગામની બહાર કોતર કે નદીમાં પાણી હોય તેમાં વિસર્જન કરે છે. આદિવાસી સમાજમાં શિક્ષણનો વ્‍યાપ વધ્‍યો છે અને સરકારી કે ખાનગી નોકરી કરતા થયા છે. ડોકટર-એન્‍જીનીયરો થયા છે પ્રોફેસરો થયા છે. એટલે વંશ પરાગત ઉજવણીઓમાં પરિવર્તન કર્યું છે. પરંતુ પરંપરા જાળવી રાખી છે. અગાઉ આવા ધાર્મિક ઉત્‍સવોમાં દારૂ-મરધા બકરાની બલી આપવાની પ્રથાઓ બંધ કરીને ફકત નાળીયેર-શ્રીફળનો હોમ કરીને ઉજવણી કરે છે. આમ પ્રકૃતિપૂજક આદિવાસી સમાજ પ્રકૃતિના જતન સાથે પરંપરાઓ પણ જાળવતા થયા છે. છેલ્‍લા પચ્‍ચીસ ત્રીસ વર્ષોમાં જુદા જુદા સંપ્રદાયના પ્રભાવ હેઠળ પ્રકૃતિ પૂજાની પરંપરાઓ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે શિક્ષિત આદિવાસી સમાજ રૂઢીઓ-પ્રથા અને પરંપરાઓમાં પરિવર્તન સાથે શુધ્‍ધ અને સાત્‍વિક રીતે પૂજા અને પ્રકૃતિના જતન માટે કટિબધ્‍ધ બન્‍યા છે.

કરજવાંટ ગામના લોકો ૧૦ દિવસ એક ટાણામાં ફકત મીઠા વગરનાક બાફેલા ભાત ખાઇને તપસ્‍યા કરી કોઇપણ ઘરમાં તેલનો વધાર કરવાની મનાઇ હોવાથી બાફેલા ભાત સાથે મરચું તેલ ખાવાની છૂટ આપવામાં આવી હતી. આખું ગામ એકસંપ થઇ પરંપરાની જાળવણી કરવા આકરી તપસ્‍યા કરી છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

ભાજપને રામ લહેરથી વધુ બેઠકો મોદી લહેરમાં મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1