વૈષણોદેવીની યાત્રાના આધાર શિવિર કટડાની પાસે હિમકોટીના જંગલોમાં શનિવારે લાગેલી આગ જોતાં જોતાં જ ૫ કિલોમીટર સુધી ફેલાઇ ગઇ.
ફાયરફાઇટરની ટીમ અને વન વિભાગની સાથે વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના કર્મચારીઓ આગ બૂઝાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા, પરંતુ હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી.સૂત્રો દ્વારા મળતી વિગત અનુસાર, આ આગ કટડાની પાસેના પલેલ ગામમાથી શરૂ થઇ હતી જે હિમકોટીના જંગલો સુધી પહોંચી ગઇ છે.
આ આગમાં કોઈ યાત્રી કે સ્થાનિક કોઈ વ્યક્તિને જાનહાનિના અહેવાલ નથી.આ આગના કારણે શ્રાઈન બોર્ડે નવી બેટરી કાર માર્ગ પરની યાત્રામાં રોક લગાવી છે.જોકે જૂના રસ્તાથી યાત્રા યથાવત છે.
શ્રાઈન બોર્ડના સીઇઓ અજીત સાહુએ જણાવ્યુ કે, ”આ આગ યાત્રાના માર્ગની ખૂબ જ નજીક પહોંચી ગઇ છે, આ કારણથી યાત્રાને થોડા સમય માટે રોકવામાં આવી છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શ્રદ્ઘાળુઓને કોઇ પણ પ્રકારે નુકસાન ન થાય તે માટે બેટરી કાર માર્ગ બંધ કરીને, પારંપરિક માર્ગની તરફથી શ્રદ્ઘાળુઓને આવવા જવાની મંજૂરી અપાઇ છે.”
પાછલી પોસ્ટ