કમ્પયુટરની એક વૈશ્વિક ગડબડનાં કારણે બ્રિટિશ એરવેઝની હીથ્રો એરપોર્ટ ખાતેથી ઉપડતી શનિવારની તમામ ઉડ્યનો રદ્દ કરવી પડી હતી. જેનાં કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બ્રિટિશ ધ્વજવાહન વિમાન સેવાએ સિસ્ટમમાં આવેલી વૈશ્વિક ગડબડ માટે માફી માંગી અને કહ્યું કે તે જેટલું શક્ય બને આ ગોટાળાને દુર કરવાનાં પ્રયાસો કરી રહી છે.હીથ્રો એરપોર્ટે કહ્યું કે તે બ્રિટિશ એરવેઝની સાથે મળીને આ મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેટલી ઉડ્યનો રદ્દ થઇ અને અન્ય કેટલી પ્રભાવિત થઇ તે અંગે હજી સુધી કોઇ માહિતી નથી મળી. જો કે હીથ્રો ગેટવિક અને બેલફાસ્ટમાં એરલાઇન્સનાં યાત્રીઓએ સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે.હીથ્રો અને ગેટવિકથી ઉડ્યનોનું સંચાલન કરનાર બીજી વિમાન સેવાઓ પર જો કે આની કોઇ અસર પડી નથી. તમામ ઉડ્યનો યથાવત્ત રહી હતી. માત્ર બ્રિટિશએરવેઝની ઉડ્યનો રદ્દ કરવી પડીહતી.
આગળની પોસ્ટ