Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બજેટમાં મનરેગા માટે ૬૦,૦૦૦ કરોડની જંગી રકમ મળી

સામાન્ય ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે વચગાળાનું બજેટ નાણામંત્રી પીયુષ ગોયલે રજૂ કર્યું હતું તેમાં ગ્રામીણ ગરીબોના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી ચાવીરુપ સ્કીમ માટે ફાળવણી ૬૦૦૦૦ કરોડ રૂપિયા કરી હતી. મનરેગા માટે આ જંગી ફાળવણી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯-૨૦માં આ સ્કીમ માટે ફાળવણી ૬૦૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી છે જે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૫૫૦૦૦ કરોડ હતી. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોઇમેન્ટ ગેરંટી એક્ટ અથવા તો મનરેગા હેઠળ આ સ્કીમ બિનકુશળ વર્કરોને દેશના ગ્રામીણ વિસ્તારોમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસ દરેક પુખ્તવયની વ્યક્તિને કામ આપે છે. ૨૦૦૫માં આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી જેને મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોઇમેન્ટ ગેરન્ટી સ્કીમ નામ આપવામાં આવ્યું હતું. સરકારના ડેટા મુજબ મનરેગા હેઠળ ફંડની કુલ ઉપલબ્ધતા જુદા જુદા વર્ષોમાં જુદી જુદી રહી છે. મનરેગાને હજુ સુધીની સૌથી જંગી ફાળવણી ૨૦૧૫-૧૬ના બજેટમાં કરવામાં આવી હતી તે વખતે સ્કીમાં ૩૨૪૬૯૯ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા જે અગાઉના નાણાંકીય વર્ષ કરતા ૧૨ ટકા વધારે હતા. ૨૦૧૬-૧૭ના બજેટમાં ફાળવણી વધુ વધારાઈ હતી. ૨૦૧૬-૧૭માં ફાળવણી ૩૮૫૦૦ કરોડ હતી. જો કુલ રકમ ખર્ચ કરવામાં ઓ તો મનરેગા ઉપર આ હાઈએસ્ટ રકમ રહેશે. ૨૦૧૬-૧૭માં ૪૭૪૯૯ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા જેમાં ૩૮૫૦૦ કરોડ રૂપિયાના અંદાજપત્રીય ફાળવણીની રકમ સામેલ છે. બાકીની રકમ પુરક ગ્રાન્ટ મારફતે મંજુર કરવામાં આવી હતી. ૨૦૧૭-૧૮માં ફાળવણી ૪૮૦૦૦ કરોડ કરવામાં આવી હતી. નાણામંત્રાલય દ્વારા રાજ્યો દ્વારા માંગ કરાયા બાદ વધુ ૭૦૦૦ કરોડની ફાળવણી કરાઈ હતી. એનડીએ સરકાર દ્વારા ફાળવણી સતત વધારવામાં આવી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ફાળવણી ૫૫૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી હતી. જે હવે વધારીને ૬૦૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી છે. કુદરતી સંસાધનોના મેનેજમેન્ટ સંબંધિત કામગીરીમાં રોજગારી આપવામાં આવે છે જેમાં જળસંચય, જમીન વિકાસ અને સિંચાઈનો સમાવેશ થાય છે. ઉપરાંત બંધ, સિંચાઈ ચેનલો, ચેકડેમ, આંગણવાડીની કામગીરી આ સ્કીમ હેઠળ કરવામાં આવે છે.

Related posts

દેશમાં કાપડ બજારના વેપારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની તૈયારીમાં

aapnugujarat

જયપુરમાં રોક ક્લાઈમ્બિંગ વખતે છઠ્ઠા માળથી પડતાં યુવતી મોતને ભેટી

aapnugujarat

ભાવુક માણસ છું એટલે હત્યારાઓને ગોળીઓથી વીંધી નાંખવા કહ્યું : કુમારસ્વામી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1