Aapnu Gujarat
મનોરંજન

૨૦૧૯નું વર્ષ મારા માટે લકી સાબિત થશે : સોનાક્ષી

મોખરાની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે ૨૦૧૯નું વર્ષ મારા માટે અચૂક લકી સાબિત થવાનું છે. હું મારી આગામી ફિલ્મો અંગે ખૂબ આશાવાદી છું. સોનાક્ષીની છેલ્લી ત્રણ ચાર ફિલ્મો બોક્સ ઑફિસ પર નબળી સાબિત થઇ હતી એટલે એ ૨૦૧૯ના વર્ષ અંગે આશાવાદી રહે એ સમજી શકાય એવી વાત છે.
સોનાક્ષીએ તાજેતરમાં પ્રતિષ્ઠિત બેનર ધર્મા પ્રોડક્શન્સની કરણ જોહર નિર્મિત ફિલ્મ કલંકનું પોતાના હિસ્સાનું શૂટિંગ પૂરું કર્યું હતું. હાલ સોનાક્ષી અમૃતસરમાં ફિલ્મ સર્જક મૃગદીપ લાંબાની અનટાઇટલ્ડ કોમેડી ફિલ્મના શૂટિંગમાં બીઝી છે. ઉપરાંત એ અક્ષય કુમારની મિશન મંગલમાં મહિલા વિજ્ઞાાનીનો રોલ કરી રહી છે. એ ઉપરાંત એ પોતાની હિટ સિરિઝ દબંગની ત્રીજી કડીમાં સલમાન ખાન સાથે કામ કરવાની છે. આ ફિલ્મ પર પણ એનો બહુ મોટો મદાર છે કારણ કે દબંગની પહેલી બંને કડી હિટ સાબિત થઇ હતી, એણે કહ્યું કે હવે હું પહેલાં કરતાં વધુ સાવધ થઇ ગઇ છું અને સ્ટોરીલાઇન પાવરફૂલ હોય એવી ફિલ્મો જ સ્વીકારું છું. સાથોસાથ એ પણ ધ્યાન રાખું છું કે મારા પાત્રોમાં વૈવિધ્ય હોય. એક સરખાં પાત્રો ન આવી જાય એની તકેદારી પણ હું રાખી રહી છું. દરેક પાત્ર એેકબીજાથી જુદું છે અને દરેક ડાયરેક્ટરની કથા કહેવાની શૈલી અલગ છે એટલે મોનોટોનસ નહીં લાગે એેની પણ મને ખાતરી છે. છેલ્લાં નવ વર્ષની કારકિર્દીમાં સોનાક્ષી કેટલીક સરસ હિટ ફિલ્મો આપી ચૂકી છે.

Related posts

मैं चाहती हूं दुनिया से गहरा नाता : तब्बू

aapnugujarat

शाहरूख में बच्चे जैसी ऊर्जा है : आनंद एल राय

aapnugujarat

तोमर ने खाद्य प्रसंस्कणरण उद्योग मंत्रालय की जिम्मेदारी संभाली

editor

Leave a Comment

UA-96247877-1