Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારતીય ટીમનો ધબડકો : ન્યુઝીલેન્ડની ૮ વિકેટે શાનદાર જીત

હેમિલ્ટન ખાતે આજે રમાયેલી ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે આજે ખુબ કંગાળ દેખાવ કર્યો હતો. સમગ્ર ટીમ ૩૦.૫ ઓવરમાં માત્ર ૯૨ રન કરીને આઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે ૧૪.૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતા. આની સાથે જ ભારતની કારમી હાર થઇ હતી. ૨૧૨ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે યજમાન ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડના ઝડપી બોલર બોલ્ટે ૧૦ ઓવરમાં જોરદાર તરખાટ મચાવીને ૨૧ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ગ્રાન્ડહોમે ૨૬ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડે જોરદાર દેખાવ આજની મેચમાં કર્યો હતો. ટેલર ૩૭ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. નિકોલસ ૩૦ રન કરીને અણનમ રહ્યો હતો. આજની મેચમાં એમએસ ધોની અને વિરાટ કોહલી રમ્યા ન હતા. જો કે બાકીના સ્ટાર ખેલાડી ફ્લોપ રહ્યા હતા.તે પહેલા માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૦૯માં પોતાના નામ ઉપર શ્રેણી કરી હતી. ચોથી મેચ ન્યુઝીલેન્ડે જીતી લીધા બાદ શ્રેણીમાં ભારત ૩-૧ની લીડ ધરાવે છે. હવે પાંચમી વનડે મેચ ત્રીજી ફેબ્રુઆરીના દિવસે રમાશે. સતત ત્રીજી મેચ જીતીને ભારતે ઉલ્લેખનીય સફળતા મેળવી હતી. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડ શ્રેણી જીતી હતી. ૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી. વિદેશી મેદાન ઉપર ભારતીય ટીમે સતત બીજી વનડે શ્રેણી જીતી છે. યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જોરદાર જીત મેળવી છે. ન્યુઝીલેન્ડે આજે તમામ ક્ષેત્રોમાં ભારત કરતા સારો દેખાવ કર્યો હતો. ભારતીય બેટ્‌સમેનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયા હતા. બેટિંગ કરવા માટે મેન ઇન બ્લ્યુને કહેવામાં આવ્યા બાદ ભારતનો ધબડકો થયો હતો. બોલ્ટે આજે તરખાટ મચાવ્યો હતો.
ભારત તરફથી ચહલે સૌથી વધુ ૧૯ રન બનાવ્યા હતા. બોલ્ટે પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવનાર ન્યુઝીલેન્ડના સાતમાં બોલર બનવામાં સફળતા મેળવી હતી. ભારતનો આ મેદાન ઉપર કોઇપણ ટીમ દ્વારા કરાયેલો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ પણ આ મેદાન પર ભારતીય ટીમનો જ સૌથી ઓછો ૧૨૨ રન સ્કોર ભારતીય ટીમનો રહ્યો હતો.

Related posts

J-K का पुनर्गठन असंवैधानिक, पंजाब में नहीं बिगड़ने देंगे माहौल : कैप्टन अमरिंदर सिंह

aapnugujarat

बिना सब्सिडी वाला गैस सिलेंडर 25 रुपए तथा सब्सिडी वाला गैस सिलेंडर एक रुपए 23 पैसे मंहगा

aapnugujarat

2019 में गलतियों से सबक लेकर टेस्ट की बारीकियां समझी : बाबर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1