Aapnu Gujarat
ગુજરાત

રાજ્યભરમાં સ્વાઈનફ્લુનો આતંક : ૨૭ દિ’માં ૨૫ મોત

ગુજરાતભરમાં ફરી એકવાર સ્વાઈનફ્લુનો આતંક જોવા મળી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કેસોમાં ગુજરાતમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસના ગાળામાં જ સ્વાઈન ફ્લુના દરરોજ ૪૦થી વધુ કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. રાજ્યમાં ૨૭મી જાન્યુઆરી સુધીના ગાળામાં ૫૭૨ કેસો નોંધાઈ ચુક્યા છે જ્યારે ૨૫થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. સત્તાવારરીતે મોતનો આંકડો ૨૦ આંકવામાં આવ્યો છે. ૨૨મી જાન્યુઆરીના દિવસે રાજ્યમાં આઠ લોકોના મોતનો આંકડો અને ૩૫૭ કેસોનો આંકડો નોંધવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદથી ૧૨ વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ૨૧૫ નવા કેસો નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ ૨૭ દિવસના ગાળામાં જ સત્તાવારરીતે ૧૧૦ કેસ નોંધાઈ ચુક્યા છે જ્યારે બે મોત થઇ ચુક્યા છે. એએમસીના અધિકારીઓનું કહેવું છે કે, સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. એએમસી મેડિકલ આરોગ્ય અધિકારીઓના કહેવા મુજબ અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યામાં ૩૦ વર્ષથી ઉપરની વયના લોકોની સંખ્યા વધારે નોંધાઈ છે. અગાઉના વર્ષોની જેમ જ બાળકો પણ સ્વાઈન ફ્લુના સકંજામાં આવી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે સ્થિતિને હળવી કરવા માટે પગલા લીધા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, અન્ય રાજ્યોની સરખામણીમાં અસરકારક પગલાના લીધે ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો ઓછો છે. એક વખતે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેને સર્વશ્રેષ્ઠ સારવાર મળે તેનો હેતુ રાખવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્વાઈન ફ્લુના કેસો વધારે નોંધાયા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૪૦ ટકા કેસો નોંધાયા છે. ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેસોની સંખ્યા વધારે છે. કચ્છમાં પણ સ્વાઈન ફ્લુના કેસો નોંધાયા છે. સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે સતત પગલા લેવાઈ રહ્યા છે.

Related posts

ભરુચ – ખેડા જિલ્લાના ત્રણ વિકાસ કામોનું નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

editor

વિજાપુર હાઈવે પર ટ્રક ચાલકે એક્ટિવા ચાલકનો ભોગ લીધો

aapnugujarat

૫૦૦૦ મિત્રોને એક ગ્રુપમાં ચેટિંગ કરાવતી ‘હિમજી એપ’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1