ભરૂચ જીલ્લાના નેત્રંગ પાસે મહારાષ્ટ્રની એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના બે બાળક સહિત કુલ ત્રણ સભ્યોના મોત થયા હતા.ડેડીયાપાડા ખાતે રહેતા પટેલ પરિવારના સભ્યો પોતાની કાર લઈને વહુને તેડવા માટે મહુવા જઈ રહ્યા હતા. જે દરમિયાન નેત્રંગ ડેડીયાપાડા રોડ પર આવેલ ટીમરોલીયા નજીક પૂર ઝડપે આવતી બસે તેમની કારને ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.
ટક્કર વાગતા કાર રોડની બાજુમાં આવેલા કોતરમાં રમકડાની જેમ ફંગોળાઈ ગઈ હતી. જેમાં કારમાં સવાર બે બાળક તથા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા હતા. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આગળની પોસ્ટ