કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા પત્રકાર પરિષદ દરમ્યાન જ ઉંઘતી હાલતમાં કેમેરામાં કેદ થઈ જતા રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલી છે. તેમની અગાઉ પણ વિધાનસભા સત્ર દરમિયાન ઉંઘી જવાને લઈને ટીકા ટિપ્પણી થતી રહી છે. એક વખત ફરી પત્રકાર પરિષદ દરમ્યાન જ સુઈ ગયા હતા. આ વખતે કર્ણાટક કોંગ્રેસના મહાસચિવ અને પાર્ટીના પ્રદેશ પ્રભારી વેણુગોપાલની પત્રકાર પરિષદ વેળા મુખ્યમંત્રી ઉંઘી ગયા હતા. બેંગલોરમાં કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિની પત્રકાર પરિષદ ચાલી રહી હતી ત્યારે જ સીદ્ધરમૈયા જબકી લેતા ઝડપાઈ ગયા હતા. ભાજપ દ્વારા આ મુદ્દાને ઉઠાવી લેવામાં આવ્યો છે અને ટીકા ટિપ્પણીનો દોર શરૂ થયો છે. સિદ્ધરમૈયાને ઉંઘરની બીમારી હોવાનું પણ જાણવા મળ્યુ છે. તેમને ઓએએસ નામના સ્લીપીંગ ડીસઓર્ડર છે. જેને દુર કરવાના તે પ્રયાસ પણ કરે છે.
પાછલી પોસ્ટ