Aapnu Gujarat
રાષ્ટ્રીય

યમુના હાઈવે ગેંગરેપ કેસમાં ચાર નરાધમોની ધરપકડ

જેવર-બુલંદશહેર હાઈવે ગેંગરેટ અને હત્યા કેસમાં ભેદ ઉકેલાઈ ગયો છે. ઉત્તરપ્રદેશ પોલીસે આ સંદર્ભમાં ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. જેવર નજીક એક પરિવારની ચાર મહિલાઓ પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. જ્યારે એકની હત્યા પણ કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં ચારની ધરપકડ કરાયા બાદ પૂછપરછ ચાલી રહી છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા સ્ક્રેપ ડિલરની હત્યા કરવા અને માતા, પત્ની, બહેન અને અન્ય પર ગેંગરેપ ગુજારવા પર ચારની ધરપકડ કરી લીધી છે. ગુરૂવારના દિવસે યમુના એક્સપ્રેસ વે ઉપર જેવરથી બે કિલોમીટરના અંતે સ્થિત વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં હાજી, મુન્ના અને વાસીમનો સમાવેશ થાય છે. ચોથી વ્યક્તિની ઓળખ કરી શકાઈ નથી. એમ કહેવામાં આવે છે કે આ તમામ લોકો ભોગ બનેલા પરિવારના પડોશી છે. એસટીએફના અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ ચાલી રહી છે. મહિલા દ્વારા આપવામાં આવેલા નિવેદનના આધાર ઉપર આ ધરપકડ કરવામાં આવી છે. મહિલાઓની તબીબી ચકાસણી કરાઈ રહી છે.

Related posts

ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા કેટલાક નિયમ હળવા થઇ શકે

aapnugujarat

जैश के आत्मघाती बोंबर बड़े हमले को अंजाम दे सकते हैं

aapnugujarat

મોદીની 56 ઇંચની છાતી હવે ઈતિહાસ : રાહુલ ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1