Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયાએ બનાવી એવી ઘાતક સિસ્ટમ કે જેણે અમેરિકાની ઉંઘ હરામ કરી

અમેરિકાએ તાજેતરમાં જ પોતાના મિસાઈલ ડિફેન્સ રિપોર્ટમાં પોતાના મિસાઈલ પ્રોગ્રામનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે રશિયાએ અમેરિકાની ચિંતામાં વધારો કર્યો છે. આનું કારણ સેટેલાઈટ કેપેબિલીટી સિસ્ટમ છે જેને રશિયા તેજીથી વિકસિત કરવાના કામમાં લાગેલું છે. આને લઈને રશિયા પહેલા પણ ઘણા પરીક્ષણ કરી ચૂક્યું છે. પરંતુ તાજેતરમાં રશિયાએ આનું પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણને રશિયા દ્વારા પૂર્ણઃ સફળ ગણાવવામાં આવ્યું છે.
અમેરિકી રિપોર્ટનું માનીએ તો આ એન્ટી સેટેલાઈટ મિસાઈલે ૧૭ મીનિટની ઉડાન દરમિયાન ૧૮૬૪ માઈલનું અતર કાપ્યું હતું અને પોતાના ટાર્ગેટને હીટ કર્યો હતો.જ્યાં સુધી અમેરિકાની ચિંતાની વાત વાત છે તો આમાં માત્ર રશિયા જ એક કારણ નથી પરંતુ ચીન, ઈરાન અને ઉત્તર કોરિયા પણ છે.
તો બીજી તરફ અમેરિકા માટે બીજી સૌથી મોટી ચિંતાની વાત એ પણ છે કે આ એન્ટી સેટેલાઈટ કેપેબલિટી ટેક્નિકને વિકસિત કરવામાં ચીન પણ પાછળ નથી. આપને જણાવી દઈએ કે ચીન પણ આ ટેક્નિકનું સફળ પરિક્ષણ કરી ચૂક્યું છે પરંતુ આ હજી વિકસિત થવાની દિશામાં છે. ૨૦૦૭માં ચીને આનું પરિક્ષણ કર્યું હતું. તેણે પોતાના જ એક સેટેલાઈટને નિશાન બનાવ્યું હતું.રશિયાની વાત કરીએ તો તેના આ પ્રોગ્રામનો ભાગ ગ્રાઉન્ડ લોન્ચથી લઈને ડાયરેક્ટ અનર્જી વેપન્સ પણ સમાવિષ્ટ છે. ડાયરેક્ટ એનર્જી વેપન્સમાં તે હથિયારો આવે છે જેમાં લેઝર વેપન્સ આવે છે. આ અંતર્ગત એક નિશ્ચિત દર પર હાઈરેજ છોડવામાં આવે છે જે દેખાતી નથી પરંતુ તે અત્યંત ઘાતક હોય છે.
આ મિસાઈલ અથવા કોઈપણ અત્યાધુનિક જેટને પલભરમાં નષ્ટ કરવામાં મદદરુપ છે. જો કે રશિયા પાસે પહેલાથી જ કેટલાક લેઝર હથિયાર છે પરંતુ હવે તે આને વધારે ઘાતક બનાવવા પર કામ કરી રહ્યું છે. રશિયાએ ગત મહિને જે પરીક્ષણ કર્યું છે તે અમેરિકાની દ્રષ્ટીએ અત્યંત મહત્વપૂર્ણ છે. આને લઈને અમેરિકાને પોતાના સેટેલાઈટ માટે ચિંતા થઈ રહી છે.રશિયા પીએલ ૧૯ ન્યુડોલ સિસ્ટમનું પણ ૨૦૧૮માં બે વાર પરીક્ષણ કરી ચૂક્યું છે. આને મોબાઈલ લોન્ચરથી ગમે તે જગ્યાએથી લોન્ચ કરી શકાય છે. આ તે મિસાઈલનું સાતમું પરિક્ષણ હતું. પ્રાપ્ત વિગતો અનુસાર રશિયાના એન્ટી સેટેલાઈટ વેપન કમ્યૂનિકેશન અને ઈમેજરી સેટેલાઈટને નિશાન બનાવી શકે છે. આ દ્રષ્ટીએ એક ખતરો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને હબલ ટેલિસ્કોપને પણ છે. કારણ કે આ પ્રકારના સેટેલાઈટ પૃથ્વિના વાયુમંડળના નિચલા ભાગમાં હોય છે. જાણકારો માને છે કે રશિયાની સિસ્ટમથી કોઈપણ સેટેલાઈટને કંટ્રોલ પોતાના હાથમાં લઈ શકાય છે અને તેને અનિયંત્રિત કરી શકાય છે અને સાઈબર એટેક માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.રશિયાના આ ખતરનાક પ્રોગ્રામના કારણે અમેરિકા રશિયા દ્વારા તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલા ઉપગ્રહોને પણ શકની નજરથી જોઈ રહ્યું છે.

Related posts

ઇન્ડોનેશિયા ભૂકંપ : મોતનો આંકડો વધી ૧૫૦ થયો

aapnugujarat

અમેરિકા ઇબી-૫ રોકાણ વીઝા ખતમ કરવાની તૈયાર

aapnugujarat

WHO એ વિશ્વની પહેલી મેલેરિયાની રસીના ઉપયોગ પર મંજૂરીની મ્હોર મારી

editor

Leave a Comment

UA-96247877-1