Aapnu Gujarat
બ્લોગ

૧૩.૭ ટકા ભારતીયો માનસિક રીતે બિમાર : રિપોર્ટ

હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતની સામાન્ય વસ્તી પૈકી ૧૩.૭ ટકા લોકો માનસિકરીતે બિમાર છે. જે પૈકી મોટા ભાગના લોકો જુદી જુદી માનસિક બિમારીથી ગ્રસ્ત થયેલા છે. ભારતમાં માનસિક બિમારીને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં માનસિક તકલીફના કેસમાં વધારો થઇ રહ્યો છે. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે માનસિક રીતે બિમાર રહેલા લોકો પૈકીના ૧૦.૬ ટકા લોકોને તરત જ સારવાર લેવાની જરૂર છે. સોમવારના દિવસે કેન્દ્રિય પરિવાર અને આરોગ્ય મંત્રાલયને સુપ્રત કરવામાં આવેલા અહેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા હવે જોવા મળે છે. એંકદરે ૧૫૦ મિલિયન ભારતીયોને તબીબી સારવારની જરૂર દેખાઇ રહી છે. ભારતમાં માનસિક આરોગ્યની બિમારીના વધી રહેલા કેસના સંબંધમાં ચિંતા વ્યક્ત કરતા મંત્રાલય દ્વારા નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સની વરણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪માં તેની રચના કરવામાં આવી હતી. મજબુત માનસિક આરોગ્ય પોલીસી તૈયાર કરવા મામલે માહિતી મેળવી લેવા આની રચના કરવામાં આવી હતી. દેશમાં આરોગ્યની સમસ્યા કેટલી ગંભીર છે તે બાબત પર માહિતી મેળવી લેવા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારત વિશ્વના દેશોમાં એકમાત્ર દેશ છે જે દેશે વર્ષ ૧૯૮૦માં જ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ કાર્યક્રમ તૈયાર કર્યો હતો. પરંતુ રાજ્યમાં માનસિક આરોગ્યની તકલીફના આંકડા અને તેના ફેલાવાને જાણવા માટે યોગ્ય રીતે અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. માનસિક આરોગ્યની સર્વેની કામગીરી દશક પહેલા હાથ ધરવામાં આવી હતી.

Related posts

MORNING TWEET

aapnugujarat

ભારતમાં પૂર પાછળ નદીઓનું રાજકારણ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1