Aapnu Gujarat
રાષ્ટ્રીય

સામાજિક, આર્થિક સુધારા ઉપર સરકારની ભાગીદારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર આજે સત્તામાં ત્રણ વર્ષ પૂર્ણ કરી ચુકી છે. મોદી સરકારના ત્રણ વર્ષના કામકાજને લઇને સતત મુલ્યાંકનની કામગીરી મિડિયા અને અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યુ છે. મોદી સરકારના ત્રણ વર્ષના પ્રસંગે મોટા ભાગના નિષ્ણાંતો માને છે કે સામાજિક અને આર્થિક સુધારામાં સરકારની ભાગીદારી દેખાઇ રહી છે. સરકાર જુદા જુદા મોરચા પર સફળ રીતે આગળ વધી રહી છે. મોદી સરકારના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન આર્થિક અને ાસામાજિક સુધારાનુ મુલ્યાંકન કરવામાં આવે તો સરકાર આક્રમક રીતે ભાગીદારી કરતી નજરે પડી રહી છે. ત્રણ વર્ષના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો કામકાજમાં ઝડપી ગતિ પણ દેખાઇ આવે છે. સાથે સાથે મજબુત ઇચ્છાશક્તિ સાથે લેવામાં આવેલા નિર્ણય અને સક્રિય ભાગીદારી નજરે પડે છે. બેંક ક્ષેત્રમાં મોદી સરકારના સુધારાને ધ્યાનમાં લઇને વડાપ્રધાને બેંકો અને પ્રમુખોની સામે કેટલીક યોજના રજૂ કરી દીધી છે. જેના ભાગરૂપે દરેક ભારતીય માટે બેંક ખાતાને ખોલવા માટે ટાર્ગેટ નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકો માટે કેટલાક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા છે. સરકારની તમામ યોજના લોકો સુધી પહોંચાડી દેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પુણેમાં ાજાન્યુઆરી ૨૦૧૫માં એક બેઠક દરમિયાન મંદીએ કેટલીક સ્પષ્ટ સુચના બેંકોને આપી હતી. તેમણે કહ્યુ હતુ કે સરકાર જનતાના હિત માટે રાજકીય દરમિયાનગીરી કરતી જ રહેશે. મોદીને લોકો ફ્રીમ માર્કેટના તરફેણ કરનાર તરીકે ગણે છે. સુધારાની ગતિ વધારે ઝડપી બની શકે છે. વિકાસના મોરચે સરકાર ઝડપથી આગળ વધી રહી છે. મોદીના ગુજરાત મોડલથી લોકો પરિચિત રહ્યા છે. આવી સ્થિતીમાં દેશની સ્થિતીમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. રોકાણનો આંકડો પણ વધી ગયો છે.

Related posts

राजनांदगांव पुलिस मुठभेड़ में 7 नक्सली ढेर

aapnugujarat

ફાની વાવાઝોડુ : ઑડિશામાં મૃત્યુઆંક ૪૧ થયો

aapnugujarat

ઝિકા વાઇરસનો ઉપચાર મેલેરિયાની ગોળીમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1