Aapnu Gujarat
મનોરંજન

તાપ્સી વરૂણ ધવન સાથે ફિલ્મ મળતા ખુશ

અમિતાભ બચ્ચનની સાથે પિન્ક ફિલ્મમાં કામ કર્યા બાદ તાપસી પાસે કેટલીક મોટી ફિલ્મ હાથમાં આવી ગઇ છે. જેમાં ડેવિડ ધવનની ફિલ્મ જુડવા-૨ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તે આશાસ્પદ સ્ટાર વરૂણ ધવનની સાથે કામ કરનાર છે. તેની સાથે અન્ય એક અભિનેત્રી જેકલીન પણ કામ કરી રહી છે.
શરૂઆતમાં નબળો દેખાવ રહ્યા બાદ હવે તેની પાસે અનેક ફિલ્મો છે. તાપ્સીની પિન્ક ફિલ્મમાં શાનદાર ભૂમિકા બદલ ભારે પ્રશંસા થઇ હતી. તેના વિરોધીઓ પણ પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચને ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. અમિતાભ બચ્ચન પાસે હજુ પણ મોટી મોટી ફિલ્મોની ઓફર સતત આવી રહી છે. તેની પાસે હજુ મુખ્ય અભિનેતા તરીકેની ફિલ્મો છે. જ્યારે તેમના પુત્ર અભિષેક બચ્ચનને કોઇ ફિલ્મો હાથ લાગી રહી નથી. પિન્કમાં અમિતાભે એક વકીલ તરીકેની ભૂમિકા અદા કરી હતી. તાપ્સી છેલ્લે નામ શાબાના નામની ફિલ્મમાં નજરે પડી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. હવે તેની પાસે કેટલીક મોટી ફિલ્મો છે જેમાં જુડવા-૨ ફિલ્મનો સમાવેશ થાય છે. તાપ્સી પોતાની આવનારી તમામ ફિલ્મોને લઇને આશાવાદી બનેલી છે. તેની મોટી ફિલ્મ જુડવા-૨ સાબિત થઇ શકે છે. આ કોમેડી ફિલ્મ વિતેલા વર્ષોની સલમાન ખાનની જુડવાની સિક્વલ ફિલ્મ છે. તાપ્સી બોલિવુડમાં કેટલાક સમયથી છે અને પોતાની કુશળતા સાબિત કરી રહી છે. ડેવિડ ધવન કેરિયરમાં અનેક યાદગાર ફિલ્મો બનાવી ચુક્યા છે. જેમાં જુડવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમની છેલ્લે મે તેરા હિરો ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઇ હતી. ડેવિડ ધવનની સાથે કામ કરવા માટે દરેક કલાકારો હમેંશા ઉત્સુક રહે છે.

Related posts

દિશાના સેક્સી ફોટો મામલે ચાહકમાં ચર્ચા

aapnugujarat

यश ने फिर से शुरू की ‘केजीएफ 2’ की शूटिंग

editor

અભિષેક બચ્ચને ઐશ્વર્યાને સમજદાર ગણાવી

editor

Leave a Comment

UA-96247877-1