બોલિવુડમાં ખુબ સમય થયો હોવા છતાં ખુબસુરત સ્ટાર અને સેક્સી ઇશા ગુપ્તા બોલિવડમાં ટોપ ક્લાસમાં સામેલ થઇ શકી નથી. હવે તેની પાસે સારી ફિલ્મો આવી રહી છે. હાલમાં તેની પાસે ચાર પાંચ મોટી ફિલ્મો છે. જેમાં બાદશાહો અને હેરાફરી-૩ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તે દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોમાં પણ હવે કામ કરી રહી છે. અક્ષય કુમારની સાથે રૂસ્તમ ફિલ્મમાં કામ કર્યા બાદ તેની બોલબાલા વધી રહી છે. હાલમાં તેની પાસે બે મોટી ફિલ્મ આવી ગઇ છે. ઇશા ગુપ્તાએ કહ્યુ છે કે હવે તેની કેરિયરમાં નવો વળાંક આવી રહ્યો છે. તેની આંખે-૨ માટે પસંદગી કરી લેવામાં આવી છે. જેમાં તેની સાથે અનેક મોટા સ્ટાર છે. જેમાં અમિતાભ બચ્ચન, અનિલ કપુર, અર્જૂન રામપાલ અને અર્શદ વારસીનો સમાવેશ થાય છે. ઇશા ગુપ્તાએ માહિતી આપતા કહ્યુ છે કે આંખે તેની કેરિયરમાં નવા વળાંક તરીકે સાબિત થઇ શકે છે. આ ફિલ્મમાં તે ૨૦ સેકન્ડ સાથે અમિતાભ બચ્ચનની સાથે નજરે પડનાર છે. ઇશા ગુપ્તાની અક્ષય કુમારની સાથે રૂસ્તમ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. આ બન્ને ફિલ્મ ઉપરાંત તે મનિલાન લુથારિયાની બાદશાહોમાં પણ કામ કરી રહી છે. જેમાં અજય દેવગન અને ઇમરાન હાસ્મીનો સમાવેશ થાય છે. ફિલ્મમાં તેની સાથે ઇલિયાના ડી ક્રુઝ પણ કામ કરી રહી છે. કમાન્ડોમાં પોતાની ભૂમિકાને લઇને ઇશાએ વધારે વાત કરી નથી. જો કે તેની ભૂમિકા ફિલ્મમાં ખુબ મોટી છે. ઇશા બોલિવુડમાં પોતાની ફિલ્મોને લઇને આશાવાદી બનેલી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ