Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નિવૃતિ બચત માટે કેટલીક નવી જોગવાઇઓ થઇ શકે

નોટબંધી અને જીએસટી બાદ મુશ્કેલીનો સામનો કરી ચુકેલા સામાન્ય લોકોને કેટલીક રાહત વચગાળાના બજેટમાં આપવામાં આવી શકે છે. જેના ભાગરૂપે બચતને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત પગલા પણ જાહેર કરવામાં આવી શકે છે. વર્તમાન પોલીસી હેઠળ રિટાયરમેન્ટ સેવિગ્સ માટે અલગથી કોઇ ટેક્સ રાહતની જોગવાઇ કરવામાં આવી નથી. રિટાયરમેન્ટ સેવિગ્સની ગતિ ખુબ ધીમી રહેલી છે. આશા છે કે સરકાર બજેટમાં રિટાયરમેન્ટ સેવિગ્સ માટે કેટલીક અલગ જોગવાઇ કરશે. લોકો આશા રાખી રહ્યા છે કે નિવૃતિ બચત માટે અલગથી ટેક્સ લાભની જોગવાઇ નાણાં પ્રધાન અરૂણ જેટલી બજેટમાં કરશે. જેના પરિણામસ્વરૂપે વધુને વધુ લોકો આ ફંડમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય તે જરૂરી છે. જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરનાર છે. જેમા જુદા જુદા સેક્ટરો માટે જોગવાઇ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. સામાજિક સેક્ટર માટે ખાસ જોગવાઇ કરવામાં આવે તેવી શક્યતા છે. બજેટમાં લોકો માની રહ્યા છે કે કેટલીક ટેક્સમાં પણ રાહત આપવામાં આવનાર છે. બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. બજેટને લઇને લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.બજેટ તૈયાર કરવાની કવાયત શરૂ કરવામાં આવ્યા બાદથી જુદા જુદા ક્ષેત્રોના પ્રતિનિધીઓ પોત પોતાની રજૂઆત કરી રહ્યા છે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દેશના નાણાંપ્રધાન પર લોકોની નજર રહેે છે. કારણ કે બજેટમાં તમામ લોકો સાથે સંબંધિત માહિતી જાહેર કરવામાં આવે છે. જાણકાર લોકો માની રહ્યા છે કે વર્તમાન મોદી સરકાર અંતિમ બજેટ રજૂ કરવા જઇ રહી છે. આ વચગાળાનુ બજેટ છે. કારણ કે નવી સરકાર જે બનનાર છે તે પૂર્ણ બજેટ રજૂ કરશે. જો કે મોદી સરકાર વર્તમાન બજેટમાં કેટલીક નવી જોગવાઇ કરી શકે છે. બજેટમાં કરવામાં આવનાર જાહેરાતોને અમલી કરવાનુ વચન પણ આપવામાં આવશે. ચૂંટણી વર્ષ હોવાથી સરકાર તમામ વર્ગને રાજી કરવાના પ્રયાસ કરી શકે છે. હાલમાં ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ ભારતીય જનતા પાર્ટી સામાન્ય લોકો અને ખેડુતો માટે કેટલીક નવી પહેલ કરી શકે છે. ફાળવણીમાં વધારો કરી શકે છે. જુદા જુદા સેક્ટરોની માંગને પહોંચી વળવા માટે નવી પહેલ કરી શકે છે. માર્ગ પરિવહન પ્રધાન આગામી બે વર્ષ સુધી દરરોજ ૩૦ કિલોમીટર લાંબા માર્ગોનુ નિર્માણ કરવાની યોજના નક્કી કરી ચુક્યા છે. આ ટાર્ગેટને હાંસલ કરવા માટે સરકારને જંગી ફંડ આપવાની જરૂર રહેશે. સરકાર બજેટમાં ક્યા વિભાગને કેટલી ફાળવણી કરે છે તે બાબત બજેટમાં નક્કી થશે.હાલમાં ગડકરી કહી ચુક્યા છે કે દેશમાં ઇન્ફ્રાસ્ટકચર માળખાને વધુ મજબુત કરવાની કામગીરી સરળ નથી. દેશને વિકાસના માર્ગ પર આગળ લઇ જવા રોડ સેક્ટર મહત્વપૂર્ણ છે.

Related posts

married woman gang raped in Patna

aapnugujarat

શારદા ચીટ કાંડમાં સીબીઆઈ દ્વારા કરાયેલા ખુલાસા ગંભીર : સુપ્રીમ

aapnugujarat

આંધ્રપ્રદેશના હિતમાં નિર્ણય થયો હોવાનો નાયડુનો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1