Aapnu Gujarat
તાજા સમાચારશિક્ષણ

ક્વાલિટી હાઇ એજ્યુકેશન પર ધ્યાન આપવાની જરૂર

નાણાંપ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે ત્યારે તમામની નજર તેના પર કેન્દ્રિત થઇ ગઇ છે.નોટબંધી અને જીએસટીના કારણે હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી ચુકેલા લોકોને રાહત આપવા માટે બજેટમાં જેટલી હેલ્થકેર અને શિક્ષણ પર ખાસ ભાર મુકી શકે છે. બન્ને સેક્ટર માટે કેટલીક આકર્ષક જાહેરાત કરવામાં આવી શકે છે. હેલ્થકેર સેક્ટર, ક્વાલિટી હાઇ એજ્યુકેશન પર ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે. બજેટમાં કેટલીક જાહેરાત કરવામાં આવશે તેવી ગણતરી થઇ રહી છે. ચોક્કસ પ્રોજેક્ટો અને સ્કીમ માટે ફાળવણી વધી શકે છે. સ્કીલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવી શકે છે. મોટી સંખ્યામાં સંસ્થાઓને વધારીને સ્કીલ્ડ વર્કફોર્સમાં વધારો કરવામાં આવી શકે છે. ખાનગી ભાગીદારીને વધારી દેવા વધારે શેક્ષણિક સંસ્થાઓ ખોલવાની માંગ થઇ રહી છે. ભવિષ્ય માટે પ્રોફેશનલોને વધારી દેવાની માંગ થઇ રહી છે. ભારતમાં બાઇટેક ઇન્ડસ્ટ્રીઝની હવે નોંધ લેવામાં આવી રહી છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની દેશના નિર્માણમાં સૌથી મોટી ભૂમિકા રહે છે. આવી સ્થિતીમાં સારા કુશળ શિક્ષણો અને વિદ્યાર્થીઓ તૈયાર થાય તે જરૂરી છે. દેશમાં જુદા જુદા શેક્ષણિક વિભાગમાં વધુ સંસ્થાઓ સ્થાપિત કરવાની જરૂર છે. નાણાં પ્રધાન પાસેથી સ્કીલ ડેવલપમેન્ટ માટે આ સેક્ટર દ્વારા કેટલીક અપેક્ષા રાખવામાં આવે છે. જેમાં ભારતીય યુનિવર્સિટીઓ અને રિસર્ચ સંસ્થાઓમાં એડવાન્સ અભ્યાસક્રમ તૈયાર કરવા અને ઉદ્યોગ- શિક્ષણના સહકારને પ્રોત્સાહન મળે તે જરૂરી છે. આનાથી મજબુત ટેલેન્ટ પુલ તૈયાર કરાશે. તેમની કુશળતાને વધુ વધારવા માટે વિદેશ જવાથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને રોકી શકાશે.
વચગાળાના બજેટને લઇને એક નવી પરંપરા પહેલાથી જ શરૂ કરવામાં આવી ચુકી છે. જેના ભાગરૂપે બજેટ ફેબ્રુઆરી મહિનાના અંતના પહેલા એક મહિના પહેલા એટલે કે પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. સાથે સાથે રેલવે બજેટ પણ સામાન્ય બજેટની સાથે જ મર્જ કરી દેવાતા હવે રેલવે બજેટ રજૂ કરવામાં આવશે નહી. બજેટ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરનાર છે. જેટલી તમામ વર્ગને રાજી કરવા માટે હાલમાં જુદા જુદા નિષ્ણાંતોની સલાહ લઇ રહ્યા છે.જેના કારણે રજૂઆતને ધ્યાનમાં લેવાશે

Related posts

आधार को नहीं कर सकते जरुरीः सुप्रीम कोर्ट

aapnugujarat

જામનગરમાં રમત-ગમત ક્ષેત્રે સરકારી શાળાઓની દયનીય હાલત

aapnugujarat

મમતા-સીબીઆઇ વિવાદ : આજે સુપ્રીમમાં સુનાવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1