Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો આજથી શરૂ

દર બે વર્ષે યોજતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ ૧૭ થી ૨૨ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ૨૦૧૯ યોજાશે. આજે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતાં રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે ટ્રેડ-શો અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે “ગ્લોબલ ટ્રેડ-શો પ્રદર્શનનું ઉદ્દઘાટન તારીખ ૧૭ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. તારીખ ૨૦ જાન્યુઆરી સુધી આ પ્રદર્શન બાયર-સેલર મીટમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ, મીડિયા તથા અભ્યાસુ અને વિદ્યાર્થીઓ માટે આરક્ષિત રહેશે. તારીખ ૨૦ જાન્યુઆરીના બપોર બાદ આ પ્રદર્શન તમામ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. પત્રકાર પરિષદમાં કૃષિ અને પંચાયત રાજયમંત્રી જયદ્રથસિંહ પરમાર અને પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસજે હૈદર પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એક નવીન દ્રષ્ટિકોણ સાથે યોજાનાર આ પ્રદર્શનનો હેતુ વિવિધ ક્ષેત્રો માટે બી ટુ બીના પ્રતિનિધિઓ માટે મુલાકાતો યોજાઈ શકે એવો એક મંચ પૂરો પાડવાનો છે. જેમાં અરસપરસ રસ ધરાવતા વેપારીઓ સાથે બેઠકો, ખરીદ-વિક્રેતા બેઠકો, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો, વ્યાપાર નેટર્વકિંગ, તકનીકી મૂલ્યાંકન અને વ્યૂહાત્મક ભાગીદારીને મહત્વ આપવામાં આવશે. પટેલે કહ્યું હતું કે, વીજીજીટીએસ – ૨૦૧૯માં ૧૫૦૦થી વધુ દેશ-વિદેશ અને સ્થાનિય ખરીદદારો ભાગ લે એવી સંભાવના છે. એમએઅએમઈ અને જાહેર ક્ષેત્રના સાહસો સહિતના મોટા સ્કેલ એન્ટરપ્રાઇઝિસ વચ્ચે વધુ મજબૂત ભાગીદારી વિકસાવવા માટે વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખરીદકર્તા અને વિક્રેતાઓ વચ્ચે યોજાનાર આ બેઠકો દ્વારા ૨૦૦૦ કરોડ જેટલી રકમના વેપારની આપ-લે થવાની સંભાવના છે. આ પ્રદર્શનમાં ૧.૫ મીલીયન મુલાકાતીઓ અને વિશ્વના વિવિધ ૧૦૦ દેશોના ૩૦૦૦ આંતરરાષ્ટ્રિય ડેલિગેટ્‌સ ઉપસ્થિત રહે એવી ધારણા છે. આ સ્થળે મેક ઇન ઇન્ડિયા અને સ્ટેટ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, બુલેટ ટ્રેન સિમ્યુલેટર, ફાર્મ ટુ ફેબ્રિક પેવેલિયન તથા ખાદી જેવા વિષયને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલ ફેશન શો આ ટ્રેડ શો પૈકીના મહત્વના આકર્ષણો છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી આ ફેશન-શો સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે તારીખ ૧૯ જાન્યુઆરીના સાંજે યોજાશે. ટ્રેડ-શોના અન્ય આકર્ષણોમાં ઇનોવેશન એન્ડ ટેક્નોલૉજી, સંભવિત દરેક દેશોની સહભાગીતા સાથે ખાસ કરીને રોબોટિક્સ અને લેસર કટીંગનું પ્રદર્શન, મેડીકેર અને હેલ્થ, ઑડિઓ વિઝ્‌યુઅલ સર્વિસિસ, આઇટીઇએસએન્ડ કોમ્યુનિકેશનજેવા વિષયોનો પણ સમાવેશ થાય છે.

Related posts

जमीनी विवाद में फायरिंग, 3 महिलाएं समेत 9 लोगों की मौत

aapnugujarat

પ્રિયંકા મહાસચિવ બનતા કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ

aapnugujarat

લાલચ આપીને મત માંગનારા સામે આઈટી વિભાગ કડક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1