Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુંબઈમાં ‘બેસ્ટ’ની હડતાળ ૯મા દિવસે સમાપ્ત થઈ

મુંબઈ મહાનગરમાં જાહેર બસ સેવા પૂરી પાડતી સિવિક ટ્રાન્સપોર્ટ કંપની બેસ્ટ (બૃહનમુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ના કર્મચારીઓએ મુંબઈ હાઈકોર્ટે આપેલા આદેશનું પાલન કરીને એમની બેમુદત હડતાળ આજે પાછી ખેંચી દીધી છે. કર્મચારીઓને પગારવધારો વચગાળા સ્વરૂપે આ જ મહિનાથી ચૂકવવાનું શરૂ કરવા અને ૨૦૧૬ની સાલથી બાકી રહેલી એરિયર્સની રકમ પણ ચૂકવી દેવા સહિતની મુખ્ય માગણીઓનો સરકારે સ્વીકાર કરી લીધા બાદ કર્મચારીઓએ એમની હડતાળનો અંત લાવી દીધો છે.આ હડતાળ આજે ૯મા દિવસમાં પ્રવેશી હતી, પરંતુ આજે જ હડતાળ સમાપ્ત કરી દેવાનો હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ વડાલા ઉપનગર સ્થિત બસ ડેપો ખાતે બેસ્ટ કર્મચારીઓના યુનિયનના લીડર શશાંક રાવે હડતાળ પાછી ખેંચી લીધાની જાહેરાત કરી હતી.મુંબઈ હાઈકોર્ટે આજની સુનાવણીમાં બેસ્ટ કર્મચારીઓનો પગાર વધારવાની માગણીને માન્ય રાખી હતી અને પગાર વધારી દેવાનો બેસ્ટ પ્રશાસનને આદેશ આપ્યો હતો. કર્મચારીઓને જાન્યુઆરી-૨૦૧૯થી પગાર વધારાની રકમ ૨૦૧૬ની સાલથી અમલમાં આવે એ રીતે ૧૦-ભાગમાં ચૂકવી દેવામાં આવશે.ડેપો ખાતે સેંકડો કર્મચારીઓની હાજરીમાં કર્મચારીઓની બેસ્ટ કૃતિ સમિતિના અધ્યક્ષ રાવે સંબોધનમાં કહ્યું હતું કે પગારવધારા સહિતની આપણી મુખ્ય માગણીઓનો સત્તાધિશોએ સમ્માનજનક રીતે સ્વીકાર કરી લીધો છે તેથી આપણે હડતાળ પાછી ખેંચી લઈએ છીએ. રાવે કર્મચારીઓના તાળીઓના ગડગડાટ અને હર્ષનાદો વચ્ચે જણાવ્યું હતું કે કર્મચારીઓના પગારમાં આશરે રૂ. ૭૦૦૦ જેટલો વધારો થશે.શશાંક રાવે કહ્યું કે રાજ્ય સરકારની ઈચ્છા તો એવી હતી કે આપણે એની બધી વાત માની લઈએ. એટલે કે એ જે કહે એ આપણે સ્વીકારી લઈએ. સરકારનું કહેવું હતું કે ડ્રાઈવરોનું કામ કંડક્ટરોએ કરવાનું અને કંડક્ટરોનું કામ ડ્રાઈવરોએ કરવાનું. પગાર વધારવાની માગણી કરવાની નહીં. કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર જે હજારો લોકોને નોકરી પર રાખવામાં આવ્યા છે એને પણ આપણે માન્ય રાખવા. એ તો આપણા માટે ડેથ વોરંટ સમાન હતું જેનો સ્વીકાર કરવાનો મેં ઈનકાર કરી દીધો હતો.રાવે કહ્યું કે, સરકારે હવે આપણી બધી મુખ્ય માગણીઓ સ્વીકારી લીધી છે. કર્મચારીઓને પગાર વધારાની રકમ આ જ મહિનાથી મળતી થશે અને તે ૧૦-ભાગમાં ચૂકવવામાં આવશે.કર્મચારીઓની માગણીઓને સરકારે સંતોષજનક રીતે સ્વીકારી લીધા બાદ કર્મચારીઓના યુનિયને મુંબઈ હાઈકોર્ટને ખાતરી આપી હતી કે તેઓ આજથી જ હડતાળનો અંત લાવી દેશે.વડાલા ડેપો ખાતે શશાંક રાવની જાહેરાત બાદ તરત જ મુંબઈમાં ધીમે ધીમે બસસેવા પૂર્વવત્‌ કરવામાં આવી હતી.

Related posts

जब पाकिस्तानी विमानों ने भारतीय यात्री विमान को घेर लिया!!!

aapnugujarat

મંદીનો દોર જારી : સેંસેક્સમાં ૧૫૦ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

अमृतसर हादसे के लिए ट्रैक पर खड़े लोग हीं जिम्मेदार : रिपोट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1