Aapnu Gujarat
ગુજરાત

પીએમ મોદીનાં હસ્તે ૩૦ જાન્યુ.એ સુરત એરપોર્ટનું લોકાપર્ણ

સુરતથી સંયુક્ત આરબ અમીરાત (યૂએઈ)ના શહેર શારજાહની સીધી ફલાઇટને આગામી ૩૦મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે અને એ સાથે જ સુરતને આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટનો દરજ્જો મળી જશે.
૩૦ જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સુરત આવશે અને પ્રથમ સુરત-શારજાહ ઈન્ટરનેશનલ ફલાઇટને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ આ ફ્લાઈટ શરૂ કરશે.
સુરતીઓ જેની વર્ષોથી રાહ જોતા હતા એ સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું સપનું ૩૦મીએ સાકાર થશે. પીએમ મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાપર્ણ કરશે અને સુરત શારજાહની પહેલી ફલાઇટને લીલી ઝંડી બતાવશે. સુરતને ઇન્ટરનેશલ એરપોર્ટ, ઇન્ટરનેશનલ ફલાઇટ મળે અને પ્રાદેશિક ફલાઇટમાં વધારો થાય એ માટે નવસારીના સંસદસભ્ય સીઆર. પાટીલ સતત પ્રયત્નશીલ રહ્યા છે.
એમણે એક ટ્‌વીટ કરીને જાહેરાત કરી હતી કે ૩૦મી જાન્યુઆરીએ સુરતથી શારજાહની સીધી ફલાઇટ શરૂ થઇ રહી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ અને ઈન્ટરનેશનલ ફલાઇટ શરૂ કરવા માટેની મંજૂરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધી છે. સુરતના લાખો લોકોને ઇન્ટરનેશલ એરપોર્ટનો ફાયદો થશે. સુરત-શારજાહ બાદ તબક્કાવાર સુરત-બેંગકોક અને સુરત-દુબઇની ફ્લાઇટ્‌સ પણ શરૂ થશે.

Related posts

દેશની કોઈ નગરપાલિકાએ નથી કર્યુ તે ડીસાની પાલિકાએ કરી બતાવ્યું..!

aapnugujarat

મુખ્યમંત્રી રૂપાણીએ ૬૦ લાખ જેટલા વરિષ્ઠ વડીલોને રસી લેવા કરી અપીલ

editor

વી.એસ. હોસ્પિટલનું ૨૩૧.૩૬ કરોડનું બજેટ મંજુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1