Aapnu Gujarat
બિઝનેસ

ટોચની ૧૦ કંપની પૈકીની ૫ કંપનીની મૂડીમાં વધારો

શેરબજારમાં પ્રવર્તમાન માહોલ વચ્ચે ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૪૩૬૮૯.૮૯ કરોડનો વધારો થયો છે. આઈટીસી અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. આઈટીસી, એચડીએફસી, ઇન્ફોસીસ, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન વધારો થયો છે જ્યારે આરઆઈએલ, ટીસીએસ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહના ગાળા દરમિયાન આઈટીસીની માર્કેટ મૂડીમાં ૧૭૯૪૧.૭૩ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૩૬૧૭૭૩.૯૦ કરોડ થઇ ગઇ છે. જ્યારે ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૧૦૦૨૬.૦૫ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૨૯૮૬૮૪.૪૬ કરોડ થઇ છે. આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૮૩૭૮.૦૭ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૨૪૩૮૨૨.૧૪ કરોડ થઇ ગઇ છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન વધારો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડી ૧૨૦૦૭.૬૩ કરોડ ઘટતા તેની મૂડી ૬૯૧૧૭૦.૫૦ કરોડ થઇ છે. આરઆઈએલની માર્કેટ મૂડી ૭૨૮.૯૩ કરોડ ઘટી છે જેથી તેની મૂડી ૬૯૫૯૧૦.૭૦ કરોડ થઇ છે. આરઆઈએલે ફરીવાર પ્રથમ સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. ટીસીએસ બીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં સાપ્તાહિક આધાર પર ૩૧૫ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૬૦૦૯ રહી હતી. ટીસીએસ અને આરઆઈએલ વચ્ચે માર્કેટ મૂડીમાં ખુબ ઓછું અંતર હોવાથી નવા સપ્તાહમાં ફરીવાર સ્પર્ધા જામે તેવા સંકેત છે.

Related posts

पनामा केस : काले धन रोधी अधिनियम के तहत केस दर्ज

aapnugujarat

અદાણી એન્ટરપ્રાઇઝિસ સહિત અદાણીના 3 શેર સર્વેલન્સ હેઠળ મુક્યા

aapnugujarat

રિઝર્વ બેંકનાં ગવર્નર ઉર્જિત પટેલની મોદી સાથે મંત્રણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1