Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૯૭ પોઇન્ટ ઘટ્યો

શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સમાં વધુ ઘટાડો થયો હતો. આજે સેંસેક્સ ૯૭ પોઇન્ટ ઘટીને ૩૬૦૧૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૭ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૫ની નીચી સપાટીએ રહ્યો હતો. પસંદગીના બેંકિંગ, ઓટો મોબાઇલના શેર અને ટીસીએસના શેરમાં જોરદાર ઘટાડો રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર બીએસઈ સેંસેક્સ ૦.૮૮ ટકા અને નિફ્ટી ૦.૬૩ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં શુક્રવારના દિવસે ૧૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૧૭૭ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૬૦૦ રહી હતી. ટીસીએસના શેરમાં આજે બે ટકાનો ઘટાડો રહ્યો હતો. ટીસીએસના શેરમાં ઘટાડો રહેવા માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા હતા. ટીસીએસે તેના પરિણામો પણ આજે જાહેર કર્યા હતા. એફએમસીજીની મહાકાય કંપની આઈટીસીના શેરમાં ૧.૮૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ડોલર સામે રૂપિયો નરમ રહ્યો હતો. તેલની કિંમતોમાં ફરીવાર સાપ્તાહિક આધાર પર સુધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં પ્રતિબેરલ ઘટાડો થતાં તેની કિંમત ૬૧.૫૯ ડોલર થઇ ગઇ છે. એફપીઆઈએ ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જ્યારે ૨૦૧૭માં રેકોર્ડ બે લાખ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. જુદા જુદા કારણો આના માટે જવાબદાર રહ્યા છે. ૨૦૧૮ પહેલા એફપીઆઈ દ્વારા સતત છ વર્ષમાં ઇક્વિટીમાં ખરીદી કરવામાં આવી હતી.આ વખતે નાણાં પરત ખેંચવામાં આવ્યા છે. ૨૦૧૧માં ભારતીય શેરબજારમાંથી એફપીઆઈએ નાણાં પરત ખેંચ્યા હતા. તે પહેલા ૨૦૦૮માં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ૨૦૧૮માં એફપીઆઈ શરૂઆતના ગાળામાં નાણાં ઠાલવ્યા હતા પરંતુ વૈશ્વિક બજારમાં નબળી સ્થિતિ અને ઇક્વિટી મૂડીરોકાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરુપે નાણાં પરત ખેંચવાની શરૂઆત થઇ હતી. માર્ચ મહિનામાં ટુંકી રિકવરી થયા બાદ આ વર્ષના મોટાભાગના ગાળામાં વેચવાલી રહી હતી. વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી. માર્કેટ મૂડીમાં ૭૨૫૪૦૧.૩૧ કરોડનો ઘટાડો થયો હતો. સેંસેક્સમાં વર્ષ ૨૦૧૮માં ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૫.૫૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ગુરુવારના દિવસે ફાઈનાન્સિયલ કાઉન્ટરોમાં વેચવાલી વચ્ચે તથા વૈશ્વિક બજારમાં મંદી વચ્ચે ઘટીને બંધ રહ્યો હતો. સેંસેક્સ આજે ૧૦૬ પોઇન્ટ ઘટીને ૩૬૧૦૭ની નીચી સપાટીએ રહ્યો હતો અને નિફ્ટી ઇન્ડેક્સ ૩૪ પોઇન્ટ ઘટીને ૧૦૮૨૨ની નીચી સપાટીએ રહ્યો હતો. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૫૧૯૬ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૪૬૨૮ની સપાટી રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઈટીની મહાકાય કંપની ઇન્ફોસીસે આજે તેના વર્ષ ૨૦૧૯ના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા હતા જેમાં તેના નેટ પ્રોફિટમાં ૨૯.૬ ટકાનો ઘટાડો થઇ ગયો છે. કંપનીએ નેટ પ્રોફિટનો આંકડો ગયા વર્ષના આજ ત્રિમાસિક ગાળામાં ૫૧૨૯ કરોડ દર્શાવ્યો હતો જેની સામે આ વખતે નેટ પ્રોફિટનો આંકડો ૩૬૦૯ કરોડ દર્શાવ્યો છે. કંપનીએ વચગાળાના ચાર રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. અપેક્ષા મુજબ જ કંપનીએ શેરોના બાયબેકની પણ જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે, તે ૧૦૩૨૫૦૦૦૦ ઇક્વિટી શેરની ફરીવાર ખરીદી કરશે. ઇક્વિટી શેર કંપનીના પેઇડઅપ કેપિટલ પૈકી ૨.૩૬ ટકાની આસપાસ છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ના આંકડા મુજબ આ મુજબની વાત કરવામાં આવી છે. બાયબેકનું કદ ૪૧૩૦ કરોડ રૂપિયાનું રહી શકે છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રભુત્વ ધરાવનાર ઇન્ફોસીસના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ તેની અસર નવા કારોબારી સપ્તાહમાં પણ જોવા મળી શકે છે. આજે તેના શેરમાં ૨.૯ ટકાનો ઘટાડો થયો હતો. જો કે, બાયબેકની જાહેરાતથી ફાયદો થશે.

Related posts

ક્રુડનાં ભાવ વધતાં પેટ્રોલ અને ડિઝલ કિંમતોમાં ભડકો

aapnugujarat

FPI દ્વારા ફેબ્રુઆરી માસમાં ૧૦૦૦૦ કરોડ પરત ખેંચાયા

aapnugujarat

आकार ले रहा है फेडरल फ्रंट : के. चंद्रशेखर राव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1