Aapnu Gujarat
શિક્ષણ

ભૂકંપપ્રુફ મકાનની ડિઝાઇન બદલ સેપ્ટમાંથી પાસ થયેલા ૮ યુવાનોને એવોર્ડ

અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાંથી તાજેતરમાં પાસઆઉટ(પાસ થયેલા) ૮ આર્કિટેક્ટ્‌સની ટીમ કમ્પાર્ટમેન્ટ એસ ૪ને ભૂકંપપ્રુફ મકાનની ડિઝાઇન બનાવવા બદલ રેસીલિઅન્ટ હોમ્સ ચેલેન્જ વિશ્વસ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. વર્લ્ડ બેન્ક, યુનાઇટેડ નેશન્સ-યુએન હેબીટાટ, એર બીએનભી, જીએફડીઆરઆર(ગ્લોબલ ફેસિલિટી ફોર ડિઝાસ્ટર રિડકશન એન્ડ રિકવરી) અને બિલ્ડ એકેડમી દ્વારા ભૂકંપ, પૂર સહિતની કુદરતી આપત્તિઓ સામે પ્રતિકાર અને રક્ષણ કરી શકે તેવા મકાનની ડિઝાઇન તૈયાર કરવા અંગે યોજાયેલી રેસીલિઅન્ટ હોમ્સ ચેલેન્જ સ્પર્ધામાં દુનિયાભરના ૧૨૦ દેશોના ત્રણ હજારથી વધુ આર્કિટેક્ટ્‌સે ભાગ લીધો હતો અને તેમાં અમદાવાદના આ યુવા આઠ આર્કેટેક્ટસની ટીમ વિજેતા જાહેર થઇ હતી, જે અમદાવાદ અને સમગ્ર ગુજરાત માટે બહુ મોટા ગૌરવની વાત છે. અમદાવાદ અને ગુજરાતનું ગૌરવ દુનિયાભરમાં વધારનારા સેપ્ટમાંથી પાસ આઉટ થયેલા આ આઠ યુવા આર્કિટેક્ટ્‌સમાં માનુની પટેલ, ક્રિષ્ણા પરીખ, અમન અમીન, કિશન શાહ, મોનિક શાહ, નિશિતા પરમાર, પ્રાસિક ચૌધરી અને વેદાન્તી અગરવાલનો સમાવેશ થાય છે. આ સમગ્ર સ્પર્ધા અને અનોખી સિધ્ધિ વિશે વાત કરતાં યુવા કમ્પાર્ટમેન્ટ એસ ૪ના યુવા આર્કિટેક્ટ્‌સ માનુની પટેલ અને ક્રિષ્ણા પરીખે જણાવ્યું હતું કે, રેસીલિઅન્ટ હોમ્સ ચેલેન્જ સ્પર્ધાની સ્પર્ધામાં સૌથી મોટી શરત એ હતી કે, ભૂકંપપ્રુફ મકાનની ડિઝાઇનમાં મટીરીયલ્સ, મજૂરી, માલની હેરફેર કરવાના ખર્ચ સહિત કુલ દસ હજાર અમેરિકી ડોલરમાં ઘરનું બાંધકામ થઇ જવું જોઇએ. જો કે, અમારા ઉપરોકત આઠ યુવા આર્કિટેક્ટસની ટીમે પર્વતીય વિસ્તાર અને ખાસ કરીને રીકટર સ્કેલ પર ૭ની તીવ્રતાના ભૂકંપનો પ્રતિકાર કરી શકે તેવી ડિઝાઇન રજૂ કરવામાં આવી હતી. એટલું જ નહી, લોકલ ચીજવસ્તુઓ, વેસ્ટ, લાકડા સહિતના મટીરીયલ્સમાંથી સમગ્ર બાંધકામ તૈયાર કરવામાં આવ્યું હતું. ભૂકંપના ઝોન-૫માં આવતાં ઉત્તર કાશી, ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. જે ભૂકંપથી ભેખડ ધસી પડે તો પણ રક્ષણ આપે તે પ્રકારની ડિઝાઇન તૈેયાર કરાઇ હતી. યુવા આર્કિટેક્ટ્‌સ માનુની પટેલ અને ક્રિષ્ણા પરીખે વધુમાં ઉમેર્યું કે, રેસીલિઅન્ટ હોમ્સ ચેલેન્જ સ્પર્ધામાં દુનિયાભરના ૧૨૦ દેશોના ત્રણ હજારથી વધુ આર્કિટેક્ટ્‌સે ભાગ લીધો હતો અને તેમાં અમારા આઠ યુવા આર્કિટેક્ટસની ટીમ કમ્પાર્ટમેન્ટ એસ ૪ વિજેતા જાહેર થતાં બહુ ખુશી અને ગૌરવની લાગણી થાય છે. હવે આગામી માર્ચ-૨૦૧૯માં આ સ્પર્ધાનો એવોર્ડ સમારોહ વોશિંગ્ટન ખાતે યોજાશે અને તેમાં વિજેતાઓના નામ જાહેર કરી તેમની ડિઝાઇન પ્રદર્શનમાં રજૂ કરવા માટે તેમ જ પ્રોજેક્ટ ફંડીગ સહિતની અન્ય મદદ અને પ્રમાણપત્ર-સન્માન એનાયત કરવામાં આવશે. આઠ યુવા આર્કિટેક્ટ્‌સમાં માનુની પટેલ, ક્રિષ્ણા પરીખ, અમન અમીન, કિશન શાહ, મોનિક શાહ, નિશિતા પરમાર, પ્રાસિક ચૌધરી અને વેદાન્તી અગરવાલને ઉપરોકત ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડી રાજય સરકારના સત્તાવાળાઓ તરફથી ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા છે.

Related posts

ગુજરાતમાં ૫ લાખ છાત્રોએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

aapnugujarat

આરટીઇની પ્રવેશ પ્રક્રિયા બે મહિનાનાં વિલંબ બાદ શરૂ

aapnugujarat

એમબીએનો ક્રેઝ ફરી વધી રહ્યાનો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1