Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઝિમ્બાબ્વે આફ્રિકાનાં ૪૦ દેશોમાં સૌથી વધુ શિક્ષિત

ઝિમ્બાબ્વે ગરીબ દેશ હોવા છતાં નવાઇની વાત તો એ છે કે આફ્રિકાના ૪૦ દેશોમાં સૌથી વધુ ૯૦ ટકા સાક્ષરતા દર ધરાવે છે. જયારે દક્ષિણ આફ્રિકાનો લિટરસી રેટ ૮૬ ટકા છે. એક સમયના તાનાશાહ રોબર્ટ મોગાબેની જોહુકમીની ટીકા થતી પરંતુ દેશના નાગરિકોને શિક્ષિત બનાવવામાં તેમનો સિંહ ફાળો હોવાનું માનવામાં આવે છે શિક્ષણ આપીને તૈયાર કરેલા દેશના હજારો બેરોજગાર યુવાનો મોગાબેથી ખૂબજ નારાજ હતા.મોંઘવારી અને કરન્સીના અભાવે ગ્રામીણ વિસ્તારના લોકોએ બેંક દેવું ચુકવવા માટે ગાય,ભેસ,બકરી જેવા પ્રાણીઓ જમા કરાવવાની પણ છુટ માંગી હતી.
ઝિમ્બાબ્વે એક જમાનામાં રહોડેશિયા દેશ તરીકે ઓળખાતો હતો. જેમાં માલાવી અને ઝાંબિયાનો પણ સમાવેશ થતો હતો.૧૮૯૦માં બ્રિટિશ સાઉથ આફ્રિકા કંપની આ વિસ્તારમાં પહેલીવાર પહોંચી હતી. અલ્પ સંખ્યક ગોરાઓ વિરુધ ૧૯૬૪ થી ૧૯૭૯ સુધી રહોડેશિયન બુશ વોર તરીકે ઓળખાતું ગેરિલા વોર થયું હતું. જેમાં માલાવીના પ્રો,મોગાબે મહાનાયક તરીકે ઉભરી આવ્યા હતા.
૧૯૮૦માં ઝિમ્બાબ્વે દેશની રચના થઇ ત્યારથી જ મોગાબો પ્રજાને શિક્ષિત કરવા પર ખૂબજ ધ્યાન આપતા હતા. મોગાબેએ શિક્ષણ મેળવવુંએ માણસનો મૂળભૂત અધિકાર હોવાનું જાહેર કરી પ્રાયમરી સુધીનું એજયુકેશન ફ્રી અને ફરજીયાત બનાવ્યું હતું. એક અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૩માં તમામ પ્રકારના એજયુકેશન પાછળ ૭૫ હજાર કરોડ ડોલરનો ખર્ચવામાં આવ્યા હતા. આજે ૩૧ લાખ જેટલા બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે.૪૭.૨ ટકા સેકન્ડરીમાં અને ૫.૮ ટકા પોસ્ટ ગ્રેજયુએશનમાં ભણતા હતા.

Related posts

मेक्सिको में विमान क्रैश

editor

सिचुआन में महसूस किए गए 5.6 की तीव्रता का भूकंप

aapnugujarat

તુર્કી-સીરિયામાં ભૂકંપ બાદ મૃત્યુઆંક ૪૦,૦૦૦ને પાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1