Aapnu Gujarat
શિક્ષણ

સિવિલ સેવા : સી-સેટનો વિરોધ યથાવત

છેલ્લા કેટલાક વર્ષોમાં યુપીએસસી દ્વારા આયોજિત થનારી સિવિલ સેવા પરીક્ષામાં પાસ થનાર હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. આના માટે કેટલાક કારણો પણ આપવામાં આવી રહ્યા છે. હિન્દી માધ્યમના દર વર્ષે સફળ રહેલા વિદ્યાર્થીઓની ટકાવારીની વાત કરવામાં આવે છે તો કહી શકાય છે કે વર્ષ ૨૦૧૮માં સંખ્યા ઓછી રહી છે. વર્ષ ૨૦૧૩માં એકબાજુ હિન્દી માધ્યમના સફળ રહેલા ઉમેદવારોની ટકાવારી ૧૭ ટકા રહી હતી. જ્યારે વર્ષ ૨૦૧૭માં ટકાવારી ૪.૦૬ રહી હતી. આવી જ રીતે વર્ષ ૨૦૧૮માં આ ટકાવારી ૨.૧૬ જેટલી રહી છે. યુપીએસસીની પરીક્ષાન તૈયારી કરનાર કેટલાક વિદ્યાર્થીઓએ દિલ્હીના મુખર્જીનગરમાં પોતાના માટે રાહતની માંગ કરીને પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામા ંઆવી હતી કે સી સેટ પરીક્ષા પદ્ધિત દ્વારા અસર પામેલા વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૧૯, વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧ની પરીક્ષા આપવા માટેની મંજુરી આપવામાં આવે. પસંદગી પામેલા હિન્દી માધ્યમના ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો એ વખતે શરૂ થયો હતો જ્યારે વર્ષ ૨૦૧૧માં પ્રારંભિક પરીક્ષામાં સી સેટ પ્રક્રિયાને સામેલ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩માં સિવિલ સેવા મુખ્ય પરીક્ષામાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી બે વૈકલ્પિક વિષયના બદલે એક વિષયને પસંદ કરી શકતા હતા. ૪૦૦ માર્કના સામાન્ય અભ્યાસ અને ૨૦૦ માર્કમાં સી સેટ હોય છે. હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ અંગ્રેજી કોમ્પ્રેહેન્સિવમાં ફસાઇ જાય છે. કારણ કે તેના અનુવાદ ખુબ જ જટિલ હોય છે. વર્ષ ૨૦૧૮માં લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટી એકેડમી મસુરમાં ટ્રેનિંગ લઇ રહેલા ૩૭૦ વિદ્યાર્થઓ પૈકીના માત્ર આઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા હિન્દીમાં આપી હતી. જ્યારે વર્ષ ૨૦૧૩માં ૨૬૮ સફળ વિદ્યાર્થીઓ રહ્યા હતા. વર્ષ ૨૦૧૩માં સફળ રહેલા ૨૬૮ વિદ્યાર્થીઓ પૈકીના માત્ર ૩૪ વિદ્યાર્થીઓએ હિન્દીમાં પરીક્ષા આપી હતી. હિન્દી માધ્યમમાંથી અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓન પસંદગી પણ ઓછી થઇ છે. ૩૧મી ડિસેમ્બરના દિવસે બીજેડી નેતાએ લોકસભામાં દાવો કર્યો હતો કે સ્થિતી હાલમાં સારી નથી. મહતાબે લોકસભામાં માંગ કરી હતી કે વર્ષ ૨૦૧૧થી વર્ષ ૨૦૧૪ની વચ્ચે જે ઉમેદવારોને સીસેટના કારણે પરેશાની થઇ છે. આવા વિદ્યાર્થીઓને સિવિલ સેવા પરીક્ષામાં બેસવા માટે વધારે સમય આપવામાં આવે તે જરૂરી છે. વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે ૨૦૦ સાંસદોનુ સમર્થન હોવા છતાં સરકાર તરફથી હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ઉમેદવારોની નારાજગી હજુ અકબંધ રહી છે.

Related posts

ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ ૨૩મી એપ્રિલે લેવાશે

aapnugujarat

ધો.૧૧ સાયન્સનું મેરિટ લિસ્ટ ૨૨ જૂને, પ્રવેશ યાદી ૨૭ જૂને જાહેર કરાશે

aapnugujarat

મન કી બાત : વેક્સિન સાથે સંકળાયેલી અફવાઓ પર ધ્યાન ન આપશો

editor

Leave a Comment

UA-96247877-1