Aapnu Gujarat
શિક્ષણ

આરટીઇ હેઠળ ફેબ્રુઆરીથી શાળાઓમાં પ્રવેશ કાર્યવાહી

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ આરટીઇ અંતર્ગત ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. ગત વર્ષે આરટીઇની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ સહિત અનેક ગુંચવાડાઓના કારણે રાજ્યભરમાથી કુલ ૩૩,૮૮૩ બેઠકો ખાલી રહી ગઈ હતી. આ કારણે આ શૈક્ષણિક વર્ષ ર૦૧૯-ર૦ માં આરટીઇ માટેની પ્રવેશ પ્રક્રિયા માટેની કામગીરી આગામી ફેબ્રુઆરી માસથી જ શરૂ કરી દેવામાં આવશે એવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. બીજીબાજુ, ગત વર્ષે સામે આવેલા પ્રવેશ વિલંબ, ટેકનીકલ ખામી, ક્ષતિઓ સહિતના ગૂંચવાડા આ વર્ષે ના સર્જાય તે માટે પણ સત્તાવાળાઓએ કમર કસી છે. ગત વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં મોડું થવાના કારણે એક તરફ રાજ્યની પ્રાથમિક ખાનગી શાળાઓમાં ૩૩,૮૮૩ સીટ ખાલી પડી રહી હતી તો બીજી તરફ ર૯,ર૮૯ બાળકો શાળામાં આરટીઇ અંતર્ગત પ્રવેશને લાયક હોવા છતાં એડમિશનથી વંચિત રહી ગયા હતા અનેક ગૂંચવાડાઓ બાદ વાલીઓને કંટાળીને છેવટે અન્ય ખાનગી શાળાઓમાં તેમના બાળકોને એડમિશન અપાવવાની ફરજ પડી હતી. રાજ્યભરની શાળાઓમાં આરટીઇ અંતર્ગત પ્રવેશ માટે એપ્રિલ મહિનામાં ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોય છે, તેના પગલે જૂન-જુલાઈ સુધી પ્રવેશ પ્રક્રિયા બેથી ત્રણ તબક્કામાં ચાલે છે. ચાલુ વર્ષે આરટીઇના ફોર્મ વહેલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવશે. ગત વર્ષે આરટીઈ અંતર્ગત પ્રવેશ મળવા બાબતે પ્રક્રિયામાં ખૂબ મોડું થયું હોવાની ફરિયાદો ઊઠી હતી. સરકાર દ્વારા ગુજરાતી માધ્યમની ૪૪૦થી વધુ, હિન્દી માધ્યમની ૮૦, અંગ્રેજી માધ્યમની ૨૫૫, ઉર્દૂની ત્રણ અને સીબીએસઇની તમામ શાળાઓને આરટીઇ એકટ હેઠળની પ્રવેશ પ્રક્રિયામાં સમાવિષ્ટ કરાઇ છે. આ વર્ષે બને ત્યાં સુધી સમગ્ર પ્રવેશ પ્રક્રિયા સરળ, ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે અને ખાસ તો, ગઇ વખતની જેમ કોઇ ગૂંચવાડા ના સર્જાય તે માટે સત્તાવાળાઓએ અત્યારથી પ્લાનીંગ હાથ ધર્યું છે.

Related posts

કર્ણાવતી યુનિ. યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડીયા,2018નુ આયોજન કરશે

aapnugujarat

राज्य में नई २४६ स्कूलों मंजूरी देने बोर्ड का निर्णय

aapnugujarat

कक्षा १२ सामान्य प्रवाह : अहमदाबाद शहर का ६५.७२ और ग्रामीण का ६१.२१ प्रतिशत रिजल्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1