Aapnu Gujarat
મનોરંજન

રાધિકા હર્ષવર્ધનની સાથે ફિલ્મને લઇ આશાવાદી

રાધિકા આપ્ટે પાસે હાલમાં બે ફિલ્મ હાથમાં છે. જેમાં અનિલ કુપરના પુત્ર હર્ષવર્ધનની સાથે ભાવેશ જોશી ફિલ્મનો સમાવેશ થાય છે. વિક્રમાદિત્ય મોટવાની આ ફિલ્મ બનાવી રહ્યા છે. શરૂઆતમાં આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલહોત્રાને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે હવે હર્ષવર્ધનની પસંદગી કરવામાં આવી છે. હવે હર્ષવર્ધનની સાથે રાધિકા જોવા મળનાર છે. તે એક અગ્રેજી ભાષાની ફિલ્મ આશ્રમ નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. સુપરસ્ટાર રજનિકાંત સાથે કામ કર્યા બાદ તેનામાં આત્મવિશ્વાસ વધી ગયો છે. તેની પાસે હાથમાં વધારે ફિલ્મ નથી. પરંતુ સારી ફિલ્મ તેને મળી રહી છે. ફલ્મો છે. બદલાપુર અને અહલ્યા જેવી ફિલ્મમાં પોતાની દમદાર ભૂમિકાના કારણે તમામ ટિકાકારો તરફથી પણ પ્રસંસા મેળવી લેનાર રાધિકાઆપ્ટે સુપરસ્ટાર રજનિકાંત સાથે કામ કર્યા બાદ વધારે ખુશ છે.રાધિકા આપ્ટે ફિલ્મોમાં પ્રવેશ કરતા પહેલા થિયેટરમાં કામ કરી ચુકી છે. વર્ષ ૨૦૦૫માં તે પ્રથમ વખત વાહ લાઇફ હો તો એસી સાથે બોલિવુડમાં આવી હતી. તમિળ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં તે કામ કરી ચુકી છે. તે ટુકી અને ટેલિવીઝન સિરિયલમાં પણ કામ કરી ચુકી છે.
રાધિકા આપ્ટે બોલિવુડમાં સેક્સી સ્ટાર તરીકે ઉભરી આવી છે. તેની પાસે તેની ઇમેજ પ્રકારના રોલ આવી રહ્યા છે. જો કે તે સારી ફિલ્મ કરવા માટે આશાવાદી બનેલી છે. પોતાની કુશળતા સાબિત કરવા માટે તે વધારે કોમર્શિયલ અને પારિવારિક ફિલ્મ કરવા માટે ઉત્સુક બનેલી છે. રાધિકા દક્ષિણ ભારતની ફિલ્મનોને લઇને પણ ભારે આશાવાદી બનેલી છે.

Related posts

અર્જુન કપુર અને પરિણિતી દિબાન્કરની ફિલ્મમાં રહેશે

aapnugujarat

જેન્ટલમેનના નિર્માતા તેમજ નિર્દેશકથી જેક્લીન ખફા

aapnugujarat

પોલીસ કરણ જોહરને ક્યારેય પૂછપરછ માટે નહીં બોલાવે:- કંગના રનૌતની ટીમ

editor

Leave a Comment

UA-96247877-1