Aapnu Gujarat
ગુજરાત

પીઆઇ સાથે અભદ્ર વર્તનના કેસમાં અલ્પેશ કથિરિયાની અટકાયત

સુરતના વરાછા વિસ્તારમાં ર્પાકિંગ બાબતે ટ્રાફિક પીઆઈ અને પાસના નેતા અલ્પેશ કથીરિયા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પીઆઈ દ્વારા લાફો મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને અલ્પેશ પાસના કાર્યકરો સહિત વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવતા પોલીસે અલ્પેશની ધરપકડ કરતા પાસના કાર્યકરોમાં રોષમાં પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. જેને પગલે સમગ્ર મામલો ગરમાયો હતો. પોલીસે અલ્પેશ કથીરિયાને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને શરતી જામીન પર મુકત કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે અલ્પેશ કથીરિયા વિરૂધ્ધ ટ્રાફિક પોલીસની કામગીરીમાં અડચણ, પોલીસ કર્મચારીઓને બિભત્સ ગાળો અને પોલીસમથકમાં હંગામો મચાવવા બદલ અલગ-અલગ ત્રણ ગુના નોંધવામાં આવ્યા હતા. દરમ્યાન સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ સ્પષ્ટ કર્યું હતું કે, પાસ હોય કે કોઇપણ તત્વો હોય શહેરની શાંતિ હણવાનો પ્રયાસ કરશે તો પોલીસ તેને કોઇપણ સંજોગોમાં સાંખી નહી લે અને તેમની વિરૂધ્ધ કાયદાનુસાર કાર્યવાહી કરશે. સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસે આજે સવારે અલ્પેશ કથીરિયાની બાઇક ક્રેનમાં ચડાવતા હોબાળો કર્યો હતો. અલ્પેશને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. અલ્પેશને વરાછા પોલીસ લઈ જવામાં આવતા મોટી સંખ્યામાં પાસના કાર્યકરો દોડી આવ્યા હતા. અલ્પેશે ટ્રાફિક પોલીસ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધના પગલે પોલીસે અલ્પેશ કથીરિયાની અટકાયત કરી હતી અને બાદમાં ધરપકડ કરાઇ હતી. પાસના નેતા અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં કાર્યકરો વરાછા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. અને અલ્પેશ કથીરિયાને છોડવાની માંગ સાથે જોરદાર હંગામો મચાવી તોડફોડ કરવામાં આવી હતી. જેથી પોલીસે પાસના ૧૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશન ખાતે વિરોધ, અટકાયત બાદ તોડફોડને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો વરાછા પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. અને અલ્પેશ સહિત પાસના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અને અલ્પેશ દ્વારા કરવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા. દરમ્યાન સાંજે ખુદ સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ પત્રકાર પરિષદ કરી અલ્પેશના પોલીસને બિભત્સ ગાળો બોલવાના વર્તનની ભારે નિંદા કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે, પાસ હોય કે કોઇપણ તત્વો હોય શહેરની શાંતિ હણવાનો પ્રયાસ કરશે તો પોલીસ તેને કોઇપણ સંજોગોમાં સાંખી નહી લે અને તેમની વિરૂધ્ધ કાયદાનુસાર કાર્યવાહી કરશે.

Related posts

નરોડા ગામ રાયોટીંગ કેસ : માયાબહેન-જયદીપે ટોળાને ઉશ્કેર્યા હોવાની બાબત ખોટી : સાક્ષીનો ધડાકો

aapnugujarat

પૂર્વ અમદાવાદમાં અઠવાડિયામાં ૪ મહિલા સહિત ૧૦ પુરુષોએ કર્યો આપઘાત

editor

ગુજરાતમાં ખાનગી ટ્રાવેલ્સની બસને મોટી સંખ્યામાં મેમો અપાઇ રહ્યા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1