Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માલ્યા સહિત ૫૮ ભાગેડુને પરત લાવવા મોદી સુસજ્જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે શરાબ કારોબારી વિજય માલ્યા સહિત અન્ય ૫૮ ફરાર અને ભાગેડુ અપરાધીઓને ભારત લાવવા માટેના પ્રયાસમાં છે. આના માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકારે સંસદમાં ખાતરી આપતા કહ્યુ છે કે વિજય માલ્યા ઉપરાંત નિરવ મોદી, મહેલ ચોકસી, નિતિન અને લલિત મોદી સહિત તમામ ભાગેડુને ભારત લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ તમામ અપરાધી ભારતમાં ગુનો કર્યા બાદ વિદેશમાં ફરાર થઇ ગયા હતા. આ તમામ અપરાધીઓ માટે ઇન્ટરપોલમાં રેડ કોર્નર નોટીસ અને પ્રત્યાર્પણના પ્રયાસો ચાલી રહ્યા છે. સરકારે કહ્યુ છે કે આ ૫૮ ભાગેડુ અપરાધીઓ ઉપરાંત સરકાર, સીબીઆઇ અને ઇડી તેમજ અન્ય તપાસ સંસ્થાઓ ૧૬ અન્ય પ્રત્યાર્પણની માંગ જુદા જુદા દેશોમાં કરેલી છે. આ દેશોમાં સુએઇ, યુકે, બેલ્જિયમ, ઇજિપ્ત, અમેરિકા અને એન્ટિગુઆનો સમાવેશ થાય છે. લોકસભામાં આ અંગે માહિતી આપવામાં આવી છે કે ઓક્ટોબર મહિનામાં જ સરકારે વીઆઇપી હેલિકોપ્ટર ખરીદી કોંભાડમાં બે અન્ય વચેટિયાને ભારત લાવવા માટે અપીલ કરી હતી. નિરવ મોદીના સંબંધમાં વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે તેની સામે પહેલાથી જ રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી ચુકી છે. ઇંગ્લેન્ડમાં તેની સામે ઓગષ્ટમાં પ્રત્યાર્પણની બે માંગ મોકલી દેવામાં આવી છે. સાથે સાથે તેના નજીકના લોકો પર પણ સકંજો મજબુત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. મેહુલ ચૌકસીની સામે પણ તપાસ ચાલી રહી છે. તેની સામે હાલમાં ઇન્ટરપોલે રેડ કોર્નર નોટીસ જારી કરી હતી.સરકાર કઠોર રીતે આગળ વધી રહી છે. ગુજરાતી બિઝનેસમેન આશીષ જોબનપુત્ર અને તેમના પત્નિ પ્રિતી માટે અમેરિકાથી અને પૂર્વ આઈપીએલ ચેરમેન લલિત મોદી માટે સિંગાપોરથી પ્રત્યાર્પણ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. સાથે સાથે અન્ય કેટલાક ફરાર અપરાધીઓને ભારત લાવવા માટે હોંગકોંગ, યુએઇ અને મોરિશિયસમાં વાતચીત ચાલી રહી છે. પોતાની કંપની સ્ટર્લિંગ બાયોટેક મારફતે પાંચ હજાર કરોડ રૂપિયાના બેંક ફ્રોડ કરનાર સંદેશરા ભાઈઓ માટે સરકારે રેડકોર્નર નોટિસ જારી કરી દીધી છે. છેલ્લા સપ્તાહમાં ઇંગ્લેન્ડની કોર્ટે શરાબ કારોબારી વિજય માલ્યાના પ્રત્યાર્પણને લીલીઝંડી આપી હતી. વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ કહી ચુક્યા છે કે, તમામ ફરાર ભાગેડુઓને સફળતાપૂર્વક ભારત લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આના ભાગરુપે લુકઆઉટ નોટિસ, રેડકોર્નર નોટિસ અને પ્રત્યાર્પણ માંગ મારફતે તેમને ભારત લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. જાણકાર લોકોએ એમ પણ કહ્યું છે કે, નિવર મોદી અને તેમના પરિવારના સભ્યો સામે પણ સકંજો મજબૂત કરવામાં આવ્યો છે. મિશેલ અને નજીકના સાથી સુભાષ પરબને ભારત લાવવા માટે યુએઇથી પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી ચુકી છે. મિશેલ માટે બેલ્જિયમ અને પરબ માટે ઇજિપ્ત સાથે પ્રત્યાર્પણની માંગ કરીને વાત ચાલી રહી છે.

Related posts

વિમાની ભાડામાં ૧૫ દિનમાં ૧૭ ટકાનો થયેલ વધારો

aapnugujarat

वायु ने रोका मॉनसुन, ७ जुलाई तक आएगा दिल्ली

aapnugujarat

લોકસભામાં રાહુલ મોદીને ગળે મળ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1