Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇસરોનું દૂરસંચાર સેટેલાઇટ જીસેટ-૭એ લોંચ

ઇન્ડિયન રિસર્સ સ્પેશ ઓર્ગેનાઇઝશને પોતાના કોમ્યુનિકેશન સેટેલાઇટ જીએસએલવી-એફ૧૧ જીસેટ-૭એને લોંચ કરી દેતા ઉપસ્થિત વૈજ્ઞાનિકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. લોન્ચિંગના થોડાક સમય બાદ જ તે સફળતાપૂર્વક પરિભ્રમણ કક્ષામાં પ્રવેશ કરી જતાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ સેટેલાઇટ ભારતીય હવાઇ દળ માટે ખાસ છે. આ સેટેલાઇટનો ખર્ચ ૫૦૦થી ૮૦૦ કરોડ રૂપિયા રહ્યો છે. આમા ચાર સોલાર પેનલ મુકવામાં આવ્યા છે જેના મારફતે આશરે ૩.૩ કિલો વોટ વિજળી ઉત્પન્ન કરી શકાશે. આની સાથે સાથે આમા સપાટીમાં આગળ પાછળ જવા અને ઉપર જવા માટે બાયપ્રોપલેટના કેમિકલ પ્રોપલશન સિસ્ટમ પણ છે. જીસેટ-૭એથી પહેલા જીસેટ-૭ સેટેલાઇટ જેને રુકમણી નામ આપવામાં આવ્યું હતું તે પણ લોંચ કરવામાં આવી ચુક્યું છે. ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે આની લોંચ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે ભારતીય નૌકા સેના માટે તૈયાર કરવામાં આવેલા ખાસ સેટેલાઇટ તરીકે છે. આ સેટેલાઈટ નેવીના યુદ્ધ જહાજો, સબમરીન અને વાયુ દળને સંચારની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. એમ માનવામાં આવે છે કે, આવનાર થોડાક વર્ષોમાં ભારતીય હવાઇ દળને એક વધુ સેટેલાઇટ જીસેટ-સી મળી શકે છે. જેના માટે ઓપરેશન આધારિત નેટવર્કમાં વધારે મદદ મળશે. જીસેટ-૭એથી માત્ર હવાઈદળના એરબેઝને ઇન્ટરલિંક કરી શકાશે નહીં બલ્કે આના મારફતે ડ્રોન ઓપરેશનમાં પણ મદદ મળશે. આના મારફતે ડ્રોન આધારિત ઓપરેશનમાં એરફોર્સની ગ્રાઉન્ડ રેંજમાં વધારો થશે. હાલના સમયમાં ભારત, અમેરિકામાં બનેલા પ્રિડેટર બી અથવા સી ગાર્ડિયન ડ્રોનને હાંસલ કરવાના પ્રયાસમાં છે. જીએસએલવી-એફ૧૧ની આ ૧૩મી ઉંડાણ રહેશે. ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં એક પછી એક મોટી સફળતા હાંસલ કરી રહ્યું છે.

Related posts

જીએસટી કાઉન્સિલની આજે બેઠક : કાર પર સેસમાં વધારો થશે

aapnugujarat

राज्यसभा में शाह ने धारा 370 हटाने का संकल्प किया पेश

aapnugujarat

હિંમત હોય તો તાજ મહેલને મંદિર બનાવીને બતાવો : મહેબુબા મુફતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1