Aapnu Gujarat
Uncategorized

પાલીતાણામાં ૧૦ સરપંચોનો પાણી મુદ્દે કલેક્ટર કચેરીએ માટલા ફોડી વિરોધ

ભાવનગરના પાલીતાણાના ૧૦ ગામોના સરપંચોએ પાણી મુદ્દે કલેકટર કચેરીએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો.
પાલીતાણા તાલુકાના ૧૦ ગામોમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી ન આવતા લોકો રોષે ભરાયા છે.તમામ ગામોના સરપંચો દ્વારા કરાયેલી રજૂઆત બાદ પણ પાણી આપવામાં ન આવતા સરપંચોએ નાયબ કલેકટર કચેરી પર માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો.
આજે સાંજ સુધીમાં પાણી નહિ આપવામાં આવે તો ટ્રેકટરો ભરીને ૧૦ ગામના લોકો નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચી આમરણાંત ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. લોકોમાં ચર્ચા છે કે, સ્થાનિક ધારાસભ્ય સાથે વેર વાળવા લોકોને પાણી નથી અપાતું. પમ્પીંગ સ્ટેશનમાં ત્રણ મોટર હોવા છતાં મોટર બળી ગઈ હોવાના બહાના કાઢવામાં આવે છે. જેથી હવે ધારાસભ્ય પ્રવીણ રાઠોડ પાણી પુરવઠા પ્રધાનને રજૂઆત કરશે.

Related posts

લીંબડી આઈસીડીએસ ખાતે કુપોષિત બાળકોને કિટનું વિતરણ

editor

मुश्फिकुर का ख्याल नहीं रहा : रोहित

aapnugujarat

મોજ શોખ માટે બાઈક ચોરવુ ૩ શખ્સોને પડ્યુ મોંધુ ધોરાજી પોલીસે ૩ શખ્સોને પકડી જેલની હવા ખવડાવી

editor

Leave a Comment

UA-96247877-1