Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રઘુરામ રાજને નોટબંધીને આર્થિક વૃદ્ધિ પર બ્રેક મારનારી ગણાવી

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રધુરામ રાજને પણ સોમવારે કહ્યું કે નોટબંધીને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ ઘટી. તેમણે કહ્યું કે એવા સમયે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા વૃદ્ધિ નોંધાવી રહી હતી ત્યારે ભારતમાં સકળ ઘરેલૂ ઉત્પાદન(જીડીપી)ના વૃદ્ધિ દર ઉલ્લેખનીય રીતે પ્રભાવિત થયાં.રાજને કહ્યું કે એવા અધ્યયન જોયા છે જેનાથી એ વાતની જાણકારી મળી કે નવેમ્બર ૨૦૧૬માં ઉંચા મૂલ્યની નોટોને બંધ કરવાથી ભારતના વૃદ્ધિ દરને અસર થઈ.
તેમણે કહ્યું કે શુદ્ધ રૂપે મારું એવું માનવું છે કે નોટબંધીને કારણે આપણી અર્થ વ્યવસ્થા પ્રભાવિત થઈ. હવે મેં એવા અધ્યયન જોયાં છે કે જેમાં આ વાતની પુષ્ટિ થઈ. આપણો વૃદ્ધિ દર નબળો થયો છે. તેમણે કહ્યું કે માત્ર નોટબંધી જ નહિં, માલ અને સેવા કર(જીએસટી)ને લાગૂ કરવાથી આપણી અર્થવ્યવસ્થા પર વિપરિત અસર પડી. નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતીય અર્થ વ્યવસ્થાનો વૃદ્ધિ દર ૬.૭ ટકા રહ્યો. રાજને કહ્યું કે નોટબંધી અને જીએસટીના બેવડા પ્રભાવથી આપણા વિકાસદરને અસર થઈ. કોઈ મને જીએસટી વિરોધી ગણાવે તે પહેલાં હું કહેવા ઈચ્છિશ કે લાંબા ગાળા માટે આ સારો વિચાર છે, જ્યારે ટૂંકા ગાળામાં તેની વિપરિત અસર થઈ.રિઝર્વ બેંકના ગવર્નર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન શું તેમને નોટબંધી લાગૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું કે કેમ તેવા પુછાયેલા પ્રશ્નના જવાબમાં રધુરામ રાજને કહ્યું હતું કે તેમને ઉચું મૂલ્ય ધરાવતી કરન્સી નોટને પ્રતિબંધિત કરવા વિશે અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તેમના મતે નોટબંધી એક ખરાબ વિચાર હતો.ઉલ્લેખનીય છે કે આઠમી નવેમ્બર ૨૦૧૬ના રોજ ટેલીવિઝન પર પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટો બંધ કરતાં તે લીગલ ટેન્ડર નહિં રહે તેવી ઘોષણા કરી હતી. એ સમયે સરકારે દાવો કર્યો હતો કે નોટબંધીથી કાળા ધન, નકલી નોટો અને આતંકવાદને નાથવામાં મદદ મળશે.રધુરામ રાજન સપ્ટેમ્બર ૨૦૧૩થી સપ્ટેમ્બર ૨૦૧૬ સુધી રિઝર્વ બેંકના ગવર્નર રહ્યાં. જીએસટી વિશે વિસ્તારથી પોતાનો મત રજૂ કરતાં રાજને કહ્યું કે આ સુધારાત્મક કર પ્રણાલીને વધું સારી રીતે લાગૂ કરવી જોઈતી હતી. શું જીએસટીમાં પાંચ અલગ અલગ સ્લેબને બદલે એક જ કર હોવો જોઈતો હતો, તેવા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા રાજને કહ્યું કે આ એક ચર્ચાનો વિષય છે. મારા વિચાર પ્રમાણે દો એક વૈકલ્પિક વિચાર છે તો તમે એક વાર જે કામ કરો છો તેનાથી તમને સમસ્યાઓની જાણકારી મળે છે. તે પછી તેને એક વાર ફરીથી સુધારા કરીને યોગ્ય કરી શકાય છે. માટે આ પ્રારંભિક ધોરણે સમસ્યા થવાની જ હતી. બેંકો સાથે છેતરપિંડી કરનારાની સૂચી વિશે રાજને કહ્યું કે એક સૂચિ હતી જેમાં મોટાં કૌભાંડીઓના નામ હતા. વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)ને સોંપવામાં આવેલી મોટાં કૌભાંડીઓની સૂચિ વિશે રાજને કહ્યું કે મમને નથી ખબર કે આ મામલે શું છે. એક વાતને લઈને હું ચિંતિત છું. જો એકને છૂટ મળે તો બીજા પણ એ રસ્તે જ ચાલી શકે. તેમણે કહ્યું કે કરજ ન ચૂકવનારા અને છેતરપિંડી કરનારાઓ વચ્ચે અંતર છે. જો આપ ડિફોલ્ટરોને જેલમાં મોકલવાનું શરૂ કરી દો છો તો કોઈ પણ જોખમ નહિં ઉઠાવે.આ વર્ષે સપ્ટેમ્બરમાં રાજને સંસદીય સમિતિની નોટમાં કહ્યું હતું કે બેંકિંગ છેતરપિંડી સાથે સંબંધિત ચર્ચિત મામલાઓની સૂચિ પીએમઓને સમન્વિત કાર્યવાહી મમાટે સોંપવામાં આવી હતી. પ્રાક્કલન સમિતિના ચેરમેન મુરલી મનોહર જોશીને સોંપેલી સૂચિમાં રાજને કહ્યું હતું કે સાર્વજનિક ક્ષેત્રની બેંકિંગ પ્રણાલીમાં છેતરપિંડી વધી રહી છે. આ એનપીએની સરખામણીએ હજી ઓછી છે.

Related posts

માયાવતી ઉપર સકંજો : છ સ્થળો ઉપર ઇડીના દરોડા

aapnugujarat

India will deploy new M777 ultra-light howitzers at China border

aapnugujarat

પોલ મુજબ પરિણામો તો બ્રાન્ડ મોદી વધુ શક્તિશાળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1