Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ફેડ પોલિસી સહિત છ પરિબળોની શેરબજાર પર અસર રહેશે

શેરબજારમાં છેલ્લા કારોબારી સેશનમાં તેજીના પરિણામ સ્વરુપે ઇક્વિટી બેંચમાર્ક સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં સપ્તાહ દરમિયાન ઉછાળો નોંધાયો હતો. ફુગાવાના મજબૂત આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરના સંબંધો પણ હળવા બની રહ્યા છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામ અપેક્ષા મુજબ ન રહ્યા હોવા છતાં માર્કેટમાં સુધારાની સ્થિતિ રહી હતી. વિવિધ પ્રતિકુળ સંજોગ છતાં બીએસઈ સેંસેક્સમાં ૨૮૯ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જ્યારે નિફ્ટી ૧૧૧ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. નવા સપ્તાહમાં ક્રૂડની કિંમતો, ડોલર સામે રૂપિયાની ચાલ અને વૈશ્વિક ઘટનાક્રમની સીધી અસર જોવા મળશે. અન્ય ચાવીરુપ પરિબળો પણ જોવા મળનાર છે. મંગળવારના દિવસે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું. ૮મી જાન્યુઆરીના દિવસે આ સત્ર ૨૯ દિવસના ગાળા બાદ પૂર્ણ થશે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા એનડીએ સરકારના અંતિમ ફુલ સેશન તરીકે આને જોવામાં આવે છે. આ સત્ર દરમિયાનના ઘટનાક્રમ ઉપર તમામની નજર રહેશે. કેટલાક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવી શકે છે. મોટા આર્થિક સુધારા પણ રજૂ કરવામાં આવી શકે છે પરંતુ સામાન્ય ચૂંટણી પહેલા સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ મોદી સરકાર મોટા પગલા લેવા જઈ રહ્યા છે. જે બિલ ઉપર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી ચુકી છે તેમાં કંપની સુધારા બિલ, ત્રિપલ તલાક બિલ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (સુધારા બિલ)નો સમાવેશ થાય છે. આ સપ્તાહમાં જ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ચોથી વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવનાર છે. વ્યાજદરમાં વધારો અને ટ્રેડ મુદ્દાઓને લઇને શેરબજારમાં તેની અસર રહી શકે છે. બેંક ઓફ જાપાનની બેઠક પણ યોજાનાર છે જેમાં મોનિટરી પોલિસીના ભાગરુપે વ્યાજદરમાં કોઇ નિર્ણય લેવામાં આવશે કે કેમ તેની ચર્ચા જોવામાં આવી રહી છે. ચાવીરુપ વૈશ્વિક માઇક્રો પરિબળો પણ અસર કરનાર છે.
નબળા યુએસ ડેટાની અસર પણ રહેનાર છે. બેંક નિફ્ટીમાં પણ વધારો થઇ શકે છે. કેટલીક ઉથલપાથલની સમસ્યા જોવા મળી શકે છે. શુક્રવારના દિવસે નિફ્ટી સેશન રેંજ આધારિત કારોબાર સાથે બંધ રહ્યો હતો. ઇન્ડેક્સે ૨૦૦ દિવસની મુવિંગ એવરેજથી રહેતા તેની અસર પણ જોવા મળી હતી.

Related posts

કલમ ૩૫એ અંગે ચુકાદો સુપ્રીમ કોર્ટે મોકૂફ રાખ્યો

aapnugujarat

સેસની રકમમાંથી ૪૫ ટકા જેટલી રકમ તો વપરાઇ જ નથી !

aapnugujarat

कांग्रेस डूबता जहाज , इसलिए विधायक इसे छोड़ते जा रहे हैं : शिवराज चौहान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1