Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ પ્રશ્ને રાહુલે મોદીની માફી માંગવી જોઇએ : શાહ

રાફેલ ડિલ મામલામાં કોઇપણ અનિયમિતતા થઇ નથી તેમ સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં આજે જણાવતા ભાજપમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ૩૬ યુદ્ધ વિમાનોની ખરીદીના મામલામાં ભ્રષ્ટાચારના આરોપ ઉપર મોદી સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી ક્લીનચીટ મળ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી ગઈ છે. રાહુલ ઉપર આજે આક્ષેપોનો વરસાદ શરૂ થઇ ગયો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે માંગ કરી હતી કે, રાહુલ અને કોંગ્રેસે વડાપ્રધાન મોદીની માફી માંગવી જોઇએ. દેશના લોકોને ગેરમાર્ગે દોરવા બદલ તથા સેનાના સંદર્ભમાં શંકા ઉભી કરવા બદલ કોંગ્રેસ અને રાહુલે માફી માંગવી જોઇએ. દેશને આ પ્રકારે ગેરમાર્ગે દોરવાના અગાઉ ક્યારે પણ પ્રયાસ થયા નથી. રાહુલ ગાંધી દેશની પ્રજાને જવાબ આપે કે તેઓ કયા આધાર પર દેશની પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. તેમના આરોપોની પાછળ તેમના સોર્સ કોણ હતા. દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે અમિત શાહે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, દેશની સ્વતંત્રતા બાદ આવા જુઠ્ઠાણાના આધાર દેશની જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ ક્યારે પણ થયા હતા. દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આવા જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે પોતાની પાર્ટીને તાત્કાલિક લાભ અપાવવા માટે આ પ્રકારના જુઠ્ઠાણા ફેલાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આજના ચુકાદાથી સાબિત થઇ ગયું છે કે, ખોટા બાબતને ક્યારે પગ હોતા નથી. જીત હંમેશા સત્યની થાય છે. સુપ્રીમના ચુકાદાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું છે. રાહુલના ભ્રષ્ટાચારની સામે અભિયાનનો પર્દાફાશ થઇ ગયો છે. દેશની પ્રજા ક્યારે પણ માનશે નહીં કે ચોકીદાર ચોર છે. રાહુલ ગાંધીએ અનેક મંચ ઉપર મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, દેશના ચોકીદાર ચોર છે. શાહે કહ્યું હતું કે, ચૂંટણીમાં લાભ નુકસાન જુદી બાબત છે પરંતુ સુરક્ષા સાથે સંબંધિત પાસા ઉપર પ્રશ્નો ઉઠાવવા જોઇએ નહીં. એક પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે, સરકાર આ મામલાની સંયુક્ત સંસદીય સમિતિની તપાસ કરાવવા ઇચ્છુક ન હતી પરંતુ કોંગ્રેસ પાર્ટી સુપ્રીમમાં કેમ પહોંચી ન હતી. રાહુલ કેમ ભાગી રહ્યા છે. સુપ્રીમમાં અરુણ શૌરી, યશવંતસિંહા જેવા નેતાઓએ અરજી કરી હતી. કોંગ્રેસની બી ટીમ પણ ક્યા છે. કોંગ્રેસને અમે પડાકાર ફેંક્યે છીએ કે તથ્યોના આધાર પર ચર્ચા કરવામાં આવે. રાહુલ ગાંધીના આક્ષેપો ઉપર અમિત શાહ આક્રમક દેખાયા હતા. અમિત શાહે આક્ષેપોનો જવાબ આપ્યો હતો. શાહે કહ્યું હતું કે, કોર્ટે તમામ મામલામાં ચકાસણી કરી છે. અધિકારીઓએ કહ્યું છે કે, આનાથી દેશને ફાયદો થયો છે. સુપ્રીમ કોર્ટે આમા સહમતિ દર્શાવી છે. કોંગ્રેસે ઓફસેટ પાર્ટનરને લઇને હલ્લો મચાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ભારત સરકારની આમા કોઇ ભૂમિકા નથી. સુપ્રીમે કહ્યું છે કે, અખબારમાં નિવેદનો અને ઉભા કરવામાં આવેલા પરસેપ્શનના આધાર પર કોર્ટ ક્યારે પણ ચુકાદા આપતી નથી. રાહુલ સેનાના જવાનોમાં શંકા ઉભી કરી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

झारखंड के गढ़वा में खाई में गिरी बस, 6 लोगों की मौत

aapnugujarat

हत्या के मामले में आरोप मुक्त हुए नीतीश कुमार

aapnugujarat

મસુદ અઝહર સામે ફ્રાન્સની મોટી કાર્યવાહી : તમામ સંપત્તિ જપ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1