Aapnu Gujarat
ગુજરાત

હવે સુએજ વહન કરતી બે રાઈઝીંગ લાઈન બદલાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ વહીવટનો વધુ એક નમુનો બહાર આવવા પામ્યો છે જેમાં પુરાતત્વ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી અટકાવી દેવામાં આવેલી જમાલપુર ફાયર સ્ટેશનના નવીનીકરણની કામગીરી છતાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ નવા બિલ્ડિંગને નડતરરૂપ એવી સુએજ વહન કરતી બે રાઈઝીંગ લાઈન બદલવા રૂપિયા ૧૮.૩૬ લાખનો ખર્ચ મંજુર કરવા દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે,મ્યુનિ.ના હાઉસીંગ પ્રોજેકટ દ્વારા જમાલપુરના જુના ફાયર સ્ટેશનને તોડીને ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટથી બિલ્ડિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કામગીરીમાં પુરાતત્વ વિભાગની મંજુરી લેવામાં ન આવી હોઈ બે વર્ષથી કામગીરી અટકાવી દેવામાં આવી છે. ગુરૂવારના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં આ નવા બિલ્ડિંગને નડતરરૂપ અને જમાલપુર પંપીગ સ્ટેશનથી જુના પીરાણા સુધી ૧૦૬ એમએલડી સુએજ વહન કરતી બે રાઈઝીંગ લાઈન બદલવા રૂપિયા ૧૮.૩૬ લાખનો ખર્ચ મંજુર કરવા અંગેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. વિપક્ષનેતા દિનેશ શર્માએ આ દરખાસ્ત સામે પક્ષનો વિરોધ હોવાનું કહી કહ્યુ છે કે,અણધડ આયોજનના કારણે લોકોના રૂપિયા વેડફાઈ રહયા છે. જો પહેલેથી આયોજન કરવામાં આવ્યું હોત તો આ પ્રકારે ખર્ચ વધ્યો ન હોત આ બિલ્ડિંગમાં હજુ પણ ખર્ચ બે ગણો વધે એમ છે. આ અગાઉ વર્ષ-૨૦૧૫માં કમિશનરના કહેવાથી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે દરમ્યાન ૯૦૦ ડાયામીટરની રાઈઝીંગ મેઈનને નવી લાઈન નાંખી હયાતલાઈનને બંને છેડે કાપી જોડવાની કામગીરી માર્ચ માસમાં પુરી કરવામાં આવી હતી પરંતુ પુરાતત્વ વિભાગે આ બિલ્ડીંગ હેરીટેજ વિભાગની નજીકમાં હોઈ કામગીરી અટકાવી દીધી છે.ગત વર્ષે પણ ફરીથી કામગીરી કરવામાં આવી હતી જે સમયે લાઈનમાંથી સુએજ પંપો દ્વારા ઉલેચીને નજીકના મેનહોલોમાં નિકાલ કરવામાં આવ્યો હતો. હવે ફરીથી આટલી મોટી રકમનો ખર્ચ કરી દક્ષ એન્જિનિયરીંગને કામ આપવા દરખાસ્ત રજુ કરવામાં આવી છે.જેની સામે અમારો વિરોધ છે.

Related posts

ડીસા ભાજપ યુવા મંત્રી વિરૂદ્ધ જાતીય સતામણીની ફરિયાદ

aapnugujarat

विधायकों की सुरक्षा नहीं, तो सामान्य जनता का क्या : भरतसिंह सोलंकी

aapnugujarat

ડો.તોગડિયાને વિહિ૫ના પ્રમુખ ૫દેથી દૂર કરવાનો તખ્તો તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1