Aapnu Gujarat
રમતગમત

પેટ્રા ક્વીટોવા ખૂબ ઝડપથી રિકવર : રમવા માટે તૈયાર

બે વખતના વિજેતા પેટ્રા ક્વીટોવા સૌથી મોટી ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં વાપસી કરવા માટે સજ્જ છે. તેના આવાસ ઉપર એક ઘરફોડ દ્વારા છુરાબાજીથી હુમલો કર્યા બાદ તે હવે રિકવર થઈ રહી છે. પેટ્રા ક્વીટોવા વિમ્બલ્ડનમાં રમવા માટે આશાવાદી બનેલી છે. ચેકગણરાજ્યની આ ખેલાડીને ઈજા થયા બાદ સર્જરી કરાવવાની ફરજ પડી હતી. મળેલી માહિતી મુજબ સર્જરી કરાવ્યા બાદ પેટ્રા ક્વીટોવા ઝડપથી રિકવર થઈ રહી છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં પણ રમવા માટે તે આશાવાદી બનેલી છે. વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની રવિવારના દિવસથી શરૂઆત થઈ રહી છે. તેનું કહેવું છે તે વિમ્બલ્ડન માટે વધારે મહેનત કરી રહી છે. બીજી બાજુ પેરીસમાં શરૂ થઈ રહેલી ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપને લઈને પણ આશાવાદી બનેલી છે. અત્ર નોંધનિય છે કે પેટ્રા ક્વીટોવા વર્ષ ૨૦૧૧ અને વર્ષ ૨૦૧૪માં વિમ્બલ્ડનમાં મહિલા સિંગલ્સનો તાજ જીતી જવામાં સફળ રહી હતી. આ વર્ષની ચેમ્પિયનશીપ માટે ઓફિશિયલ એન્ટ્રી લીસ્ટમાં ક્વીટોવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બુધવારના દિવસે આ યાદી જારી કરવામાં આવ્યા બાદ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં કયા ખેલાડીઓ રમનાર છે તે ખેલાડીઓ જાહેર થઈ ચુક્યા છે. આને લઈને ચાલી રહેલી અટકળોન પણ અંત આવી ગયો છે. જાણકાર લોકોનું કહેવું છે કે જો પેટ્રા ક્વીટોવા આ વર્ષે વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં મેદાનમાં ઉતરશે તો ચોક્કસપણે મહિલા વર્ગમાં વધારે સ્પર્ધા જોવા મળશે. જોકે આ વર્ષે પણ વિવાદોમાં રહેલી રશિયન ગ્લેમર ગર્લ મારીયા શારાપોવાને જગ્યા મળી શકી નથી પરંતુ પેટ્રા ક્વીટોવા રિકવરી બાદ શાનદાર એન્ટ્રી કરી રહી છે. સાત મહિનાના ગાળા બાદ ટેનિસ સર્કિટમાં તેની શાનદાર વાપસીથી ટેનિસ ચાહકો રોમાંચિત છે.

Related posts

PCB stripped off Test and T20Is captaincy from Sarfaraz

aapnugujarat

पंत को अपनी फिल्डिंग में सुधार करना होगा : कोच श्रीधर

aapnugujarat

मैंने WC फाइनल मे अंपायर को कभी ओवरथ्रो के 4 रन हटाने को नहीं कहा : स्टोक्स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1