Aapnu Gujarat
રમતગમત

ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાક ટીમમાં હેરીસ સોહેલ ઈન

ઉમર અકમલની ફિટનેસની સમસ્યાના કારણે ટીમમાં હેરીસ સોહેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમર અકમલને પડતો મુકી દેવામાં આવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી આજે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટીમમાં હેરીસ સોલેહનો સમાવશ કરવામાં આવ્યો છે. આ ડાબોડી બેટ્‌સમેને છેલ્લે મે ૨૦૧૫માં પાકિસ્તાન તરફથી છેલ્લી મેચ રમી હતી. લાહોરમાં ઝિમ્બાબ્વે ઉપર પાકિસ્તાનની જીતમાં હેરીસ સોહેલે અણનમ ૫૨ રન ફટકાર્યા હતા. મળેલી માહિતી મુજબ શનિવારના દિવસે બાંગ્લાદેશ સામે રમાનારી ટીમની વોર્મઅપ મેચ પહેલા ટીમમાં જોડાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હેરીસ સોહેલ એવા ત્રણ બેટ્‌સમેનોમાં છે જેમની ફિટનેસને લઈને સસ્પેન્સની સ્થિતિ રહેલી છે. પાકિસ્તાનની પસંદગી સમિતિએ સોહેલની પસંદગી ટીમ માટે કરી લીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પહેલી જૂનના દિવસથી રોમાંચક વાતાવરણમાં થઈ રહી છે. ઈન્ઝમામ ઉલ હકના નેતૃત્વમાં પાકિસ્તાનની પસંદગી સમિતિએ ખેલાડીઓની પસંદગી કરી લીધી છે. સોહેલને ૨૦૧૫માં કોલંબો ખાતે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન ઈજા થઈ હતી. જેના લીધે તેને થોડાક સમય સુધી ટીમની બહાર થઈ જવાની ફરજ પડી હતી. વારંવારની નિષ્ફળ સર્જરીના લીધે તેને ટીમની બહાર રહેવાની ફરજ પડી હતી પરંતુ હવે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ચુક્યો છે. મિડલ ઓર્ડરના આ બેટ્‌સમેન હેરીસ સોહેલનો સમાવેશ કરવામાં આવતા તે ખુશખુશાલ દેખાઈ રહ્યો છે. પસંદગી સમિતિએ સોહેલની કેરિયર ઉપર ધ્યાન આપ્યું છે. સરફરાઝ અહેમદના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમ જાહેર કરવામાં આવી ચુકી છે. સોહેલે દુબઈમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં અણનમ ૮૫ રન બનાવ્યા હતા. સતત સારા દેખાવના લીધે તેનો સમાવેશ કરાયો છે. ઈજાના કારણે તેની કેરીયર ઉપર માઠી અસર થઈ છે પરંતુ હવે ફરી ટીમમાં બે વર્ષના ગાળા બાદ બોલાવવામાં આવ્યો છે જેથી પોતાની કેરિયરને આગળ વધારવા માટે સોહેલ ઉત્સુક છે. એ લીસ્ટ ક્રિકેટમાં તેનો હાલમાં દેખાવ સારો રહ્યો છે. જેમાં અડધી સદી ફટકારી હતી. સોહેલ લેફ્ટઆર્મ સ્પીન બોલીંગ પણ કરી શકે છે. સાથે સાથે મિડલ ઓર્ડરમાં ઉપયોગી બેટીંગ પણ કરી શકે છે. આ તમામ કારણોસર તેનો ટીમમાં સમાવેલ કરવામાં આવ્યો છે.

Related posts

एंडी मर्रे ‘बैटल ऑफ ब्रिटेन’ के तीसरे स्थान के प्लेआफ से हटे

editor

ऑस्ट्रेलियन ओपन सुपर सीरीज में चेन लॉन्ग को हराकर किदाबी किदांबी श्रीकांत बने विजेता

aapnugujarat

सेरेना और ओसाका टोरंटो टूर्नामेंट के क्वार्टर फाइनल में पहुंची

aapnugujarat

Leave a Comment

UA-96247877-1