વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા ગેસ કનેક્શન આપવા માટેની યોજના શરૂ કર્યા બાદ કેટલાક રાજ્યોમાં આ સ્કીમને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. કેટલાક રાજ્યોએ શાનદાર કામગીરી હાથ ધરી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ કનેક્શન આપવાના મામલે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ સ્થાન પર છે. જ્યારે પશ્ચિમ બંગાળ અને બિહાર યાદીમાં બીજા સ્થાન પર છે. ઇન્ડિયન ઓઇલના અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે પહેલી મે ૨૦૧૬ના દિવસે ઉજ્જવલા ગેસ કનેક્સન યોજના લોંચ કરવામાં આવી હતી. તેને અમલી બનાવી દેવામાં આવ્યા બાદ ઉત્તરપ્રદેશમાં હજુ સુધી ૪૬ લાખ ગરીબ પરિવારોને સસ્તા ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા. ૧૯ લાખ કનેક્શન આપવાની સાથે પશ્ચિમ બંગાળ અને બિહાર બીજા સ્થાને રહ્યા હતા. ૧૭ લાખ કનેક્શન આપવાની સાથે મધ્યપ્રદેશ ત્રીજા સ્થાને રહ્યુ હતુ. એકલા ઉત્તરપ્રદેશે શાનદાર દેખાવ કરીને તમામ લોકોને ચોંકાવી દીધા છે. ઉત્તરપ્રદેશમાં સંબંધિત વિભાગની જોરદાર કામગીરી જોવા મળી હતી.
ઉજ્જવલા ગેસ કનેક્શન યોજના લાગુ કરવામાં અને સૌથી વધારે ગરીબ લોકોને રાહત આપવામાં ઉત્તરપ્રદેશ પ્રથમ સ્થાન પર છે. ઉત્તરપ્રદેશમાં ૩૫ ટકા ગેસ કનેક્શન અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિને આપીને શ્રેષ્ઠ કામગીરી માટેનો દાખલો બેસાડ્યો છે. આ તમામ લોકો હજુ સુધી લાકડાનો ઉપયોગ કરીને ભોજન બનાવવા માટે મજબુર હતા. હવે તેમની સ્થિતીમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. ટુંકમાં આ સ્કીમના લાભ લોકો સુધી પહોચી રહ્યા છે.
આગળની પોસ્ટ