અર્જુન કપુરની ઓનસ્ક્રીન હાફ ગર્લફ્રેન્ડ શ્રદ્ધા કપુર ફરી એકવાર ફરહાન અખ્તરની સાથે પોતાના સંબંધને લઇને ચર્ચામાં છે. બન્નેના પ્રેમ પ્રકરણને લઇને અફવા બજાર ગરમ છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે શ્રદ્ધા કપુર અને ફરહાન અખ્તર બન્ને એકબીજાના પ્રેમમાં છે. સાથે સાથે સંબંધને લઇને ગંભીર પણ છે. અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો તેમની વચ્ચે સંબંધ હવે એટલી હદ સુધી આગળ પહોંચી ગયા છે કે બન્ને એકબીજાના મિત્રોને પણ મળવા લાગી ગયા છે. એકબાજુ શ્રદ્ધાના મિત્ર ફરહાનને ખુબ પસંદ પણ કરે છે. બીજી બાજુ ફરહાનના મિત્રો પણ શ્રદ્ધાને ખુબ પસંદ કરે છે. એમ પણ કહેવામાં આવે છે કે બન્ને વચ્ચે મોડી રાત્રે સુધી ચાલતી મિટિંગ પણ હવે પહેલાની તુલનામાં ખુબ વધી ગઇ છે. ગયા મહિનામાં એવા હેવાલ આવ્યા હતા કે બન્ને વચ્ચે શ્રદ્ધાના પૂર્વ બોયફ્રેન્ડ આદિત્ય રોય કપુરને લઇને ભારે ચર્ચા અને દલીલબાજી થઇ હતી. શ્રદ્ધા અને આદિત્ય આંશિકી-૨ ફિલ્મમાં સાથે દેખાયા હતા. ત્યારબાદ બન્ને એકબીજા સાથે લાંબા સમય સુધી મિત્રતામાં રહ્યા હતા. જો કે મોડેથી તેમની વચ્ચેના સંબંધોનો અંત આવ્યો હતો. શ્રદ્ધા અને આદિત્ય રોય કપુર હાલમાં ઓકે જાનુ નામની ફિલ્મમાં સાથે દેખાયા હતા. ત્યારબાદથી બન્ને વચ્ચે ફરી એકવાર નજીકની મિત્રતાના હેવાલ આવી રહ્યા હતા. એમ કહેવામાં આવે છે કે ગયા મહિનાથી શ્રદ્ધા ફરહાનની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગી ગઇ હતી. પરંતુ પિતા શક્તિકપુરના જોરદાર વિરોધ બાદ શ્રદ્ધાએ ફરહાનના આવાસને છોડીને ફરી પરત ફરી હતી. રોક ઓન-૨ ફિલ્મમાં કામ કર્યા બાદ બન્ને વચ્ચે મિત્રતા વધી હતી. બન્નેએ જાહેરમાં સંબંધની કબુલાત કરી ન હતી. બન્ને સંબંધને લઇને હાલમાં મૌન રહેવા ઇચ્છુક છે.
પાછલી પોસ્ટ