ટીવી અભિનત્રી મૌની રોય હવે બોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઇ રહી છે. મળેલી માહિતી મુજબ તે મૌની અક્ષય કુમારની સાથે ફિલ્મમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. રિપોર્ટ મુજબ અક્ષય કુમાર અને મૌની રીમા કાગતીની નવી ફિલ્મ ગોલ્ડમાં કામ કરવા જઇ રહ્યા છે. ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પહેલા તેમના લુક ટેસ્ટ કરવામાં આવનાર છે. લુક ટેસ્ટ કરવામાં આવ્યા બાદ કાસ્ટ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર છે. ફિલ્મમાં અક્ષય કુમાર ભારતીય હોકી ટીમના પૂર્વ ખેલાડી અને કોચ બલબીર સિંહની ભૂમિકા અદા કરનાર છે. ૯૨ વર્ષીય બલવીર સિંહ હાલમાં ે કેનેડામાં પોતાના પરિવારની સાથે રહે છે.
તેમના નામ પર ઓલિમ્પિકની એક મેચમાં સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ છે. હાલમાં એવી ચર્ચા હતી કે સલમાન ખાન પણ મૌની રોયને લોંચ કરવા માટેની તૈયારીમાં છે. જો કે આ સમાચાર તમામને ચોંકાવે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે મૌની રોયે એકતા કપુરની લોકપ્રિય સિરિયલ ક્યો કિ સાસ ભી કભી બહુથી મારફતે એક્ટિગ કેરિયરની શરૂઆત કરી હતી. તે નાગિન અને દેવો કે દેવ મહાદેવમાં પણ કામ કરી ચુકી છે. અક્ષય સાથે તેને ફિલ્મ મળી જતા તે ભારે ખુશ છે, તે બોલિવુડમાં અને ટીવી સિરિયલમાં સતત કામ કરવા માટે ઇચ્છુક છે, તેની પાસે સિરિયલની અનેક ઓફર આવી રહી છે. તે શાનદાર એન્ટ્રી બોલિવુડમાં કરવા માટે તૈયાર છે.