Aapnu Gujarat
રાષ્ટ્રીય

અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ બોલ્યા- હનુમાન દલિત નહીં અનુસૂચિત જનજાતિના હતા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તરફથી હનુમાનને દલિત ગણાવ્યા બાદ શરૂ થયેલ ચર્ચા ખત્મ થવાનું નામ લઈ રહી નથી. હવે અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ નંદ કુમાર સાયે કહ્યું કે, અનુસૂચિત જનજાતિમાં હનુમાન એખ ગોત્ર હોય છે. હનુમાનજી દલિત નહી પરંતુ અનુસૂચિત જનજાતિના છે. એક બેઠકમાં ભાગ લેવા પહોંચેલ નંદ કુમાર સાયે ગુરૂવારે જણાવ્યું કે, જનજાતિઓમાં હનુમાન એક ગોત્ર હોય છે. તેમને કહ્યુંકે, અમારા અહી કંઈક જનજાતિઓમાં સાક્ષાત હનુમાન પણ ગોત્ર છે, અને કેટલીક જગ્યાઓ પર ગિદ્ધ ગોત્ર છે. જે દંડકારણ્યમાં ભગવાને (રામ) સંધાન કર્યુ હતુ, તેમાં જનજાતિ વર્ગના લોકો આવે છે તો હનુમાન દલિત નહી જનજાતિના છે. ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાનમાં પ્રચાર દરમિયાન હનુમાનને દલિત બનાવ્યા હતા. અલવર જિલ્લાના માલાખેડામાં એક સભાને સંબોધિત કરતાં યોગી આદિત્યનાથે બજરંગબલીને દલિત, વનવાસી, ગિરવાસી અને વંચિત ગણાવ્યા હતા. યોગીએ કહ્યું કે, બજરંગબલી એક એવા લોક દેવતા છે જે સ્વંય વનવાસી છે, ગિરી વાસી છે, દલિત અને વંચિત છે.
સીએમ યોગીના નિવેદન પર રાજસ્થાન બ્રાહ્મણો નારાજ થઈ ગયા છે. બ્રાહ્મણ સભાએ હનુમાનજીને જાતિમાં વહેંચવાનો આરોપ લગાવીને યોગી આદિત્યનાથને કાનૂની નોટિસ મોકલી છે.

Related posts

ભાજપે લોકસભા ચૂંટણી માટે સમિતિઓની રચના કરી

aapnugujarat

कार्ति चिदंबरम से जोर बाग आवास खाली करने के लिए ED ने भेजा नोटिस

aapnugujarat

ત્રાસવાદીઓને કચડી નાંખવા મોદી સરકારનો પ્લાન તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1