Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઈસરોએ એકસાથે ૩૧ સેટેલાઈટ લૉન્ચ કર્યાં

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)એ આજે તેની યથકલગીમાં વધુ એક મોરપીછુ ઉમેરી લીધુ હતુ. ઇસરોએ પોલાર સેટેલાઇટ લોંચ વ્હીકલ સી-૪૩ મારફતે આજે સવારે એકસાથે ૩૧ સેટેલાઇટ સફળતાપૂર્વક લોંચ કર્યા હતા. આ પ્રસંગે ઇસરોના તમામ ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. સફળ લોંચ બાદ ઉપસ્થિત અધિકારીઓમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન અંતરિ૭ કેન્દ્ર પરથી સવારે ૯.૫૮ વાગે તમામ સેટેલાઇટને લોંચ કરવામાં આવ્યા હતા. પીએસએલવીની આ ૪૫મી ઉંડાણ હતી. આ ઉપગ્રહોને છોડવા માટે તેમના વાણિજ્ય વિભાગ સાથે વાણિજ્ય કરાર કરવામાં આવ્યા હતા. પીએસએલવી ઇસરોની ત્રીજી પેઢીના લોંચ સાધન તરીકે છે. આ મિશનના ડાયરેક્ટર આર હટન રહ્યા છે. લોંચની પ્રક્રિયા ચાર તબક્કામાં ચાલી હતી.
પ્રથમ સ્ટેજમાં પીએસએલવી ૧૩૯ સોલિડ રોકેટ મોટરનો ઉપયોગ કરે છે જેને છ સોલિડ સ્ટુપ બુસ્ટ કરે છે. બીજા સ્ટેજમાં લિક્વિડ રોકેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે જેને વિકાસ નામથી ઓળખવામાં આવે છે. ત્રીજા સ્ટેજમાં સોલિડ રોકેટ મોટર રહે છે જે ઉપરના સ્ટેજને વધારે તાકાતથી ધકેલે છે. ચોથા સ્ટેજમાં પેલોડથી નીચે રહેલા હિસ્સા ચોથા સ્ટેજને ગણવામાં આવે છે જેમાં બે એન્જિન હોય છે. આ લોંચ માટે કાઉન્ટડાઉનની પ્રક્રિયા ૪૮ કલાક પહેલા શરૂ કરવામાં આવી હતી. ભારત ઉપરાંત અમેરિકા (૨૩ સેટેલાઇ), ઓસ્ટ્રિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેનના એક-એક ઉપગ્રહને લોંચ કરવામાં આવ્યા હતા. આમા એક માઇક્રો અને ૨૯ નેનો સેટેલાઇટ છે. ભારતના હાઈપર સ્પેક્ટ્રરલ ઇમેજિંગ ઉપગ્રહ આ મિશનના પ્રાથમિક સેટેલાઇટ તરીકે છે. ઇમેજિંગ સેટેલાઇટ પૃથ્વીની નજર રાખવા માટે ઇસરો દ્વારા વિકસિત કરવામાં આવેલા વિશેષ ઉપગ્રહ તરીકે છે. ભારતના આ સેટેલાઇટમાં અનેક વિશેષતાઓ રહેલી છે. હાઈસ્પેક્સ ઇમેજિંગ અંતરિક્ષથી એક દ્રષ્યના દરેક પિક્સલના પિક્ચરને વાંચવા ઉપરાંત પૃથ્વી પરની વસ્તુઓ, સામગ્રી અને પ્રક્રિયાઓની ઓળખ પણ કરી શકે છે. આનાથી પર્યાવરણ સર્વેક્ષણ, પાક માટે ઉપયોગી જમીનનું મૂલ્યાંકન થઇ શકશે. ૩૧ સેટેલાઈટનું કુલ વજન ૨૬૧.૫ કિલોગ્રામ છે. ૧૧૨ મિનિટમાં આ મિશન પૂર્ણ થયું હતું. આ ઉપગ્રહમાં ગ્લાસગોના બે નેનો સેટેલાઇટ પણ છે.
આ ઉપગ્રહોનો ઉદ્દેશ્ય ગ્લોબલ ક્લાઇમેન્ટ ચેંજનો મુકાબલો કરવા માટે થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨મી એપ્રિલના દિવસે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)એ વધુ એક મોટી સિદ્ધિ હાસલ કરી હતી. ઇસરોએ આજે પોતાના નેવિગેશન સેટેલાઇટ આઈઆરએનએસએસ-૧આઈને સફળતાપૂર્વક લોંચ કરી દેતા વૈજ્ઞાનિક સમુદાયમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.
સ્વદેશી ટેકનોલોજી ઉપર આધારિત આઈઆરએનએસએસ-૧આઈ સેટેલાઈટને પીએસએલવી-સી૪૧ રોકેટ મારફતે લોંચ કરવામાં સફળતા મળી હતી. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી વહેલી પરોઢે ચાર વાગે આઈઆરએનએસએસ-૨ને ફર્સ્ટ લોંચ પેડ (એફએલપી)થી પીએસએલવી-સી૪૧ મારફતે લોંચ કરી દેવામાં આવ્યું હતું. આઈઆરએનએસએસ-૧આઈ આઈઆરએનએસએસ-૧એચ સેટેલાઇટની જગ્યાએ છોડવામાં આવ્યો છે જેના લોન્ચિંગમાં ગયા સપ્તાહમાં નિષ્ફળતા હાથ લાગી હતી.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ હાલમાં નિષ્ફળતાનો સામનો કર્યા બાદ આને લઇને ખુબ જ સાવચેતી રાખવામાં આવી હતી. પીએસએલવી-સી૪૧ના ટેક્સ્ડબુક પ્રકારના લોંચમાં ચાર તબક્કા રહ્યા હતા. નિર્ધારિત પરિભ્રમણ કક્ષામાં ગોઠવાઈ જવામાં આ સેટેલાઇટને ૧૯ મિનિટ લાગ્યા હતા. નેવિગેશન સેટેલાઇટ આઈઆરએનએસએસ-૧એની જગ્યાએ આને છોડવામાં આવ્યો હતો. આઈઆરએનએસએસ-૧આઈનું વજન ૧૪૨૫ કિલોગ્રામ હતુ. અને તેની અવધિ ૧૦ વર્ષની રહેલી છે. નેવિગેશન સેટેલાઇટના ક્ષેત્રમાં ભારતે હાલના વર્ષોમાં ઉલ્લેખનીય સફળતા હાસલ કરી છે. ઇસરોએ સ્વદેશી ટેકનોલોજી ઉપર આધારિત આઈઆરએનએસએસ-૧આઈને લોંચ કરીને અગાઉની નિષ્ફળતાના રેકોર્ડને દૂર કરીને પોતાની સર્વોપરિતા પૂરવાર કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી હરિકોટા સતિષ ધવન સ્પેશ સેન્ટરથી આજે ૩૧ સેટેલાઇટને આજે સફળરીતે લોંચ કરવામાં આવ્યા હતા. પીએસએલવી-સી ૪૩ દ્વારા આ સેટેલાઇટ સફળરીતે લોંચ કરવામાં આવ્યા હતા. આઠ દેશોના ૩૦ સેટેલાઇટને સફળરીતે લંચ કરવામાં આવ્યા બાદ કારોબારીઓ ઉત્સુક દેખાઈ રહ્યા છે. આજે આ સેટેલાઇટ લોંચ થયા બાદ ઇસરોનું મહત્વ વધી ગયું છે. આગામી દિવસોમાં કમાણીના ક્ષેત્રમાં વધુ સફળતા મળી શકે છે. પીએસએલવીએ પરિભ્રમણની જુદી જુદી સપાટીમાં સફરરીતે ઉપગ્રહો લોંચ કર્યા છે. ૨૫ વર્ષના ગાળામાં પીએસએલવી દ્વારા ૫૩ ભારતીય અને ૨૩૯ આંતરરાષ્ટ્રીય કસ્ટમર સેટેલાઇટ લોંચ કર્યા છે. ૨૮ દેશોના આ ઉપગ્રહોને લોંચ કરાયા છે. પીએસએલવીએ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ માર્કેટમાં પોતાની ખાસ જગ્યા ઉભી કરી છે. તેની વિશ્વસનીયતા જાગી છે. સફળ લોંચિંગની સાથે સાથે સૌથી ઓછા ખર્ચમાં પણ ઇસરો દ્વારા સેટેલાઇટ લોંચ કરવામાં આવે છે. કો પેસેન્જર સેટેલાઇટ લોંચ કરવામાં પણ ઇસરોએ મહારથ હાંસલ કરી છે. આજે સફળ લોંચિંગની સાથે જ તેની એક વધુ સિદ્ધિ થઇ ગઈ છે. આજેમાત્ર ૧૭ મિનિટના ગાળામાં જ પીએસએલવી રોકેટે તમામ ઉપગ્રહોને સફળરીતે તેમની પરિભ્રમણ કક્ષામાં મુક્યા હતા. ૩૧ સેટેલાઇટનું કુલ વજન ૨૬૧.૫ કિલોગ્રામ રહ્યું છે. ભારતમાં ઉપગ્રહ મારફતે જમીનથી ૬૩૦ કિલોમીટરના અંતરે સ્થિત અંતરિક્ષથી જમીન ઉપર રહેલી ચીજોને ૫૫ જુદા જુદા રંગની ઓળખ સાથે ભારતીય ઉપગ્રહ ઓળખી શકશે. આનાથી દેશની ઘણી બધી બાબતો વધુ હળવી બનશે. ઇસરો વિશ્વભરમાં તમામ દેશો પાસેથી પ્રતિષ્ઠા મેળવી છે.

Related posts

लॉन्च व्हीकल में तकनीकी खराबी के चलते थमा मिशन मून

aapnugujarat

લોકસભા ચૂંટણીઓમાં મોટાભાગે અપક્ષ ઉમેદવારોની હાર જ થઈ છે : રિપોર્ટ

aapnugujarat

દેશમાં ૨૪ કલાકમાં એક લાખ થી વધુ કોરોનાના કેસ

editor

Leave a Comment

UA-96247877-1