Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આતંક મચાવવા ઘુસણખોરીના પ્રયાસ જારી

પંજાબના અમૃતસરમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યા બાદ વ્યાપક શોધખોળ ચાલી રહી છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં પણ રક્તપાત સર્જવા માટે ત્રાસવાદીઓ તૈયારી કરી રહ્યા છે. અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ મારફતે ઘુસણખોરી કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. પાકિસ્તાની સૈના યુદ્ધવિરામનો ભંગ કરીને સતત ગોળીબાર કરી રહી છે. ગોળીબાર મારફતે ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં ઘુસણખોરીના પ્રયાસો પાકિસ્તાની ત્રાસવાદીઓએ વધારી દીધા છે જે સંકેત આપે છે કે, આગામી દિવસોમાં મોટા ત્રાસવાદી હુમલા થઇ શકે છે.સેંકડો ત્રાસવાદીઓ હાલમાં ઘુસણખોરીની તૈયારીમાં છે. પાકિસ્તાનમાં અંકુશ રેખાની નજીક ટ્રેનિંગ મેળવીને તૈયાર રહેલા ત્રાસવાદીઓ યોગ્ય તકની રાહ ઘુસણખોરી માટે જોઇ રહ્યા છે. અમરનાથ યાત્રા પર પણ હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. હાલમાં ઓપરેશન ઓલઆઉટ અને સેનાના આક્રમક વલણના કારણે ઘુસણખોરીના પ્રયાસમાં મોટી સંખ્યામાં ત્રાસવાદી ફુંકાયા છે. સેના અને સુરક્ષા દળો દ્વારા રાજ્યમાં ઓપરેશન ઓલઆઉટ હાથ ધર્યુ છે જેના કારણે ૨૩૦થી વધુ ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જો કે સેના અને સુરક્ષા દળો દ્વારા ખુબ આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે જેના કારણે ત્રાસવાદીઓને સફળતા મળી રહી નથી.
સંરક્ષણ પ્રવક્તાનું કહેવું છે કે, આ વર્ષે ઘુસણખોરીના સેંકડો પ્રયાસોને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે. ત્રાસવાદીઓ સતત હુમલા કરવાના ઇરાદા સાથે ઘુસણખોર કરી રહ્યા છે. ભારતીય સેનાએ આ વર્ષે મે મહિનામાં પાકિસ્તાની બોર્ડ એક્શન ટીમના બે જવાનોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા.

Related posts

योगी के ताज दर्शन पर अखिलेश का निशाना

aapnugujarat

Covid-19: MHA issues fresh guidelines for surveillance, containment and caution

editor

ઇપીએફઓ વ્યાજદર ૮.૫૫ ટકા રાખવાની દરખાસ્તને મંજુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1