છત્તીસગઢમાં નક્સલીઓનો ખાત્મો કરવા માટે ‘ઓપરેશન ઓલ આઉટ’ હેઠળ હવે નક્સલિઓના નાશ કરવાનું પગલું ભરવામાં આવ્યું છે. ફોલાદી જિસ્મ અને ચટ્ટાન જેવી છાતી રાખનારા કોબરા કમાન્ડોની આહટથી નક્સલીઓ માઓવાદીઓ પોતાની બખોલમાં છૂપાઇ જાય છે. આ ઘાતક કમાન્ડોની સામે નક્સલીઓનો આવવાનો અર્થ મૃત્યુ હોય છે.કેન્દ્ર સરકારે હવે પૂરા રેડ કોરિડોરના નાશ કરવા માટે પગલું ઊઠાવ્યું છે, જેમાં નક્સલિઓના આકા હિડિમાં જેવા લોકોને પોતાનો ગઢ બનાવી રાખ્યો છે અને છુપાઇને સુરક્ષાદળો પર ગોરિલ્લા જેવો હુમલો કરે છે. નક્સલી જંગલની દરેક મુશ્કલીઓથી પરિચિત છે, જેના કારણે જંગલમાં એ લોકા સાથે લડાઇ કરવી ખૂબ કઠિન હોય છે.જો કોબરા કમાન્ડો પોતાના હથિયારોની સાથે આ જંગલોમાં ઊતરે છે, તો નક્સલી પોતાનો જીવ બચાવીને ભાગવા લાગે છે. નક્સલી હવેસુકમા જેવા પોતાના ગઢમાં બચી શકશે નહીં. અહીંયા પર નક્સલી ગોરિલ્લા યુદ્ધ દ્વારા જવાનો પર હુમલા કરતાં રહે છે. ઓપરેશન ઓલ આઉટ દ્ધારા આ પૂરા વિસ્તારમાં ઘાતક કોબરા તૈનાત કરવામાં આવી રહી છે, જે આ નક્સલીઓને એમની બખોલમાં ઘૂસીને મારશે.જો નક્સલી સરેન્ડર નહીં કરે, તો એ લોકાને ઓપરેશન હેઠળ નાશ કરી દેવામાં આવશે. હાલમાં જ સુકમાં નક્સલીઓના હુમલામાં ૨૫ જવાનો ગુમાવ્યા બાદ કેન્દ્ર સરકારએ પૂરા વિસ્તારમાં કોબરા બટાલિયનને બે હજારો આર્મી તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે.