Aapnu Gujarat
ગુજરાત તાજા સમાચાર મનોરંજન

મુગ્ધાની અફરાતફરી ફિલ્મ અટવાઇ પડી છે ઃ અહેવાલ

 

બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં નિષ્ફળતા મેળવી રહેલી અભિનેત્રી મુગ્ધા ગોડસે હવે વધુ નિરાશ થઇ ગઇ છે. મુગ્ધાની ફિલ્મ અફરાતરફી હવે અટવાઇ પડી છે. આ ફિલ્મ ડબ્બામાં ગયા બાદ તેને ફરી સજીવન કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુગ્ધાની ફિલ્મ હાલમાં નિરાશા ફેલાવી રહી છે. મુગ્ધાએ જ્યારે બોલિવુડમાં પોતાની કેરિયરની શરૂઆત કરી ત્યારે ભારે આશા જગાવી હતી. તેની પ્રથમ ફિલ્મ વર્ષ ૨૦૦૦૮મા ંઆવેલી ફેશન હતી. જેમા ંતેની સાથે પ્રિયંકા ચોપડા પણ હતી. ઉપરાંત કંગના રાણાવત પણ તેની સાથે હતી. આ ફિલ્મમાં તે શાનદાર ભૂમિકા અદા કરી ગઇ હતી. કેટલાક એવોર્ડ પણ જીતી ગઇ હતી. વર્ષ ૨૦૦૯માં તે બે ફિલ્મો ઓલ ધ બેસ્ટ, જેલમાં નજરે પડીહતી. ત્યારબાદ બોબી દેઓલની સાથે એક ફિલ્મમાં દેખાઇ હતી. મુગ્ધા ગોડસે ઇમેજને લઇને વધારે ચિંતા રાખતી નથી. તે કહી ચુકી છે કે મોડલ અને અભિનેતા રાહુલ દેવ સાથે તેના સંબંધ છે. મુગ્ધા ગોડસેને બોલિવુડમાં લાંબો સમય થઇ ગયો હોવા છતાં હજુ પણ તે સંઘર્ષ કરી રહી છે. જા કે તે આશાવાદી બનેલી છે અને મોટી ફિલ્મની રાહ જાઇ રહી છે. જા કે સ્પર્ધા વચ્ચે તેની આવી ઇચ્છા પૂર્ણ થાય તેમ દેખાતુ નથી. મુગ્ધાએ કહ્યું છે કે તે મધુર ભંડારકરની ફેશન ફિલ્મમાં જે પ્રકારની ભૂમિકા અદા કરી ચુકી છે તેવી ભૂમિકા કરવા હજુ ઈચ્છુક છે. દરેક રોલ સાથે અભિનેત્રીઓની ઈમેજ બદલાતી રહે છે. ગ્લેમરસ રોલ અંગે પુછવામાં આવતા મુગ્ધાએ કહ્યું હતું કે, તે આ પ્રકારના રોલને લઈને નકારાત્મક વિચારધારા ધરાવતી નથી. મુગ્ધા ગોડસે માને છે કે સુનિલ શેટ્ટી, ગોવિન્દા અને આર્યા અભિનિતિ ફિલ્મના પ્રોજેક્ટને સજીવન કરાશે.
આભાર – નિહારીકા રવિયા

Related posts

जशोदानगर एक्सप्रेस हाइवे पर हथियारों के साथ चार गिरफ्तार

aapnugujarat

ગુજરાતના દરિયામાં માછલીઓ ખૂટી પડી – હજારો બોટ દરિયામાંથી વહેલી પરત ફરી

aapnugujarat

BJP using NIA for political advantages : MK Stalin

aapnugujarat

Leave a Comment

URL