Aapnu Gujarat
રમતગમત

પ્રથમ ટ્‌વેન્ટીમાં ભારત ઉપર ઓસ્ટ્રેલિયાની ચાર રને જીત

બ્રિસ્બેનના મેદાન પર આજે રમાયેલી ટ્‌વેન્ટી શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર અતિરોમાંચક મેચમાં ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ચાર રને જીત મેળવી હતી. જીતવા માટેના ૧૭ ઓવરમાં ૧૭૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૧૭ ઓવરમાં સાત વિકેટે ૧૬૯ રન કરી શકી હતી. ભારતીય ટીમ તરફથી શિખર ધવને ધરખમ દેખાવ કર્યો હતો અને ૪૨ બોલમાં ૧૦ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૭૬ રન ફટકાર્યા હતા અને આશા જગાવી હતી. જો કે કેપ્ટન વિરાટ કોહલી માત્ર ચાર રન કરીને અને રોહિત શર્મા આઠ રન કરીને આઉટ થયા હતા. દિનેશ કાર્તિકે પણ ૧૩ બોલમાં ૩૦ રન ફટકારીને આશા જગાવી હતી પરંતુ કૃણાલ પંડ્યા, પંત છેલ્લી ઘડીએ ટેન્શન હેઠળ આવી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઝંપા અને સ્ટેનોઇસે બે-બે વિકેટ ઝડપી હતી. તે પહેલા આજે આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ૧૭ ઓવરમાં ચાર વિકેટે ૧૫૮ રન કર્યા હતા. સ્ટેનોઇસ ૩૩ રન કરીને નોટઆઉટ રહ્યો હતો જ્યારે મેક્સવેલે ચાર છગ્ગા સાથે ૨૩ બોલમાં ૪૬ રન ફટકાર્યા હતા. મેચમાં વરસાદ વિલન બનતા ડકવર્થ લુઇસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના આધાર પર ભારતને જીતવા માટે પડકાર વધી ગયો હતો. ભારતને ૧૭ ઓવરમાં ૧૭૪ રન કરવાના હતા. રોહિત શર્મા સસ્તામાં આઉટ થઇ ગયા બાદ વિરાટ કોહલી પણ ફોર્મ મુજબ બેટિંગ કરી શક્યો ન હતો. જ્યારે રાહુલ પણ ૧૩ રન કરીને આઉટ થયો હતો. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં જ ભારતની હાર થઇ હતી. હજુ સુધી ટ્‌વેન્ટી મેચોની વાત કરવામાં આવે તો આજની મેચ પહેલા બંને ટીમો વચ્ચે ૧૫ મેચો રમાઈ હતી જેમાં ભારતની ૧૦ અને ઓસ્ટ્રેલિયાની ૫ મેચોમાં જીત થઇ હતી. આજે ૨૧મી નવેમ્બરના દિવસે રમાયેલી મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ હવે તેમની વચ્ચે રમાયેલી કુલ મેચો પૈકી છ મેચો જીતી લીધી છે. વર્ષ ૨૦૧૫-૧૬ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમનો દેખાવ જોરદાર રહ્યો હતો. સ્ટાર બેટ્‌સમેન સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નર હજુ સુધી ટીમની બહાર છે છતાં પણ ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાની છેલ્લી ટી-૨૦ શ્રેણીમાં ૩-૦થી ક્લિનસ્વીપ કરવામાં સફળતા મેળવી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાને પાકિસ્તાનની સામે ટી-૨૦ શ્રેણીમાં ૦-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહની બોલિંગ આજે પણ શાનદાર રહી હતી. વિરાટ કોહલીએ મેચ પહેલા કહ્યું હતું કે, ટીમ ઇન્ડિયા ધરખમ ફોર્મમાં છે પરંતુ આજની મેચ દરમિયાન ઘણી ખામીઓ દેખાઈ હતી. ઘણા કેચ પણ છુટ્યા હતા.

Related posts

न्यूट्रल अंपायर अभी भी टेस्ट क्रिकेट के लिए सर्वश्रेष्ठ : MCC

aapnugujarat

BCCI announces Indian women’s squad for West Indies tour

aapnugujarat

ભારતની સિદ્ધિ : ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષ બાદ વનડે શ્રેણી જીતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1