Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિકાસનો ફાયદો ગરીબો સુધી પહોંચાડવા માટે ઉચ્ચ આર્થિક વૃદ્ધિ જરૂરી : જેટલી

દેશમાં ગરીબીને ઘટાડવા માટે વિકાસનો ફાયદો ગરીબો સુધી પહોંચાડવા માટે ઉચ્ચ આર્થિક વૃદ્ધી પ્રાપ્ત કરવી જરૂરી છે. જેટલીએ બેંકોનાં ૨૫માં વિશ્વ સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું કે, વિકાસની વાટ જોઇ રહેલા કોઇ સમાજની ગુણવત્તામાં સુધારો અને વિકાસનું ફળ ગરીબો સુધી પહોંચાડવા માટે અનિશ્ચિત કાળ સુધી પ્રતીક્ષા કરવામાં આવી શકે નહી.
તેમણે કહ્યું કે, ભારત જેવી અર્થવ્યવસ્થાઓ માટે ઉચ્ચ આર્થિક વૃદ્ધી દર જરૂરી છે. અમે ઉચ્ચ આર્થિક વૃદ્ધી દ્વારા વધારેમાં વધારે લોકોને ગરીબીમાંથી બહાર લાવવા માંગીએ છીએ. તેમનું જીવન સુધારવા માંગીએ છીએ. જો કે અમે વિકાસ અને પ્રગતિનો ફાયદો કેટલાક લોકો સુધી સીમિત રહી જાય અને બાકીનાં ઉચ્ચ વંચિત હોવાનાં જોખમ મુદ્દે સજાગ છીએ.
જેટલીએ કહ્યું કે, આર્થિક વૃદ્ધીનો પ્રભાવ નિશ્ચિત રીતે દેખાશે પરંતુ તે એક ધીમી પ્રક્રિયા છે અને વિકાસની વાટ જોઇ રહેલા લોકો અનિશ્ચિત સમય સુધી તેની રાહ જોઇ શકે નહી. નરેન્દ્ર મોદી સરકારે ચલાવેલા આર્થિક સમાવેશ અભિયાન અંગે બોલતા જેટલીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય બેંકિંગ સેવાઓ સાથે નહી જોડાયેલા લોકોને બેંકો સાથે જોડવા, અસુરક્ષીત લોકોને સુરક્ષીત કરવા અને મુડીહીન લોકોને આર્થિક પોષિત કરવા અને જે ક્ષેત્રોમાં સેવાઓ નહોતી ત્યાં સેવાઓ પહોંચાડવાનો છે.
તેમણે કહ્યું કે, બેંકો ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોએ વડાપ્રધાન જનધન યોજના હેઠળ થોડા મહિનાઓમાં ૩૩ કરોડ બેંકોના ખાતા ખોલ્યા. શરૂઆતમાં તે શૂન્ય રકમનાં ખાતા ખોલ્યા અને ધીરે ધીરે લોકો તેમાં પૈસા જમા કરાવવાનું ચાલુ કર્યું.

Related posts

‘Modi’ surname jibe case : Rahul Gandhi granted bail by a court in Patna

aapnugujarat

મમતાએ અનુજ શર્માને બનાવ્યા કોલકાતાના પોલીસ કમિશ્નર, રાજીવ કુમારને અપાયું પોસ્ટિંગ

aapnugujarat

ભિખારીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ સુપ્રિમ કોર્ટે ફગાવી

editor

Leave a Comment

UA-96247877-1