Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આંધ્રમાં પ્રવેશ કરવાથી સીબીઆઈને રોકવા નિર્ણય

આંધ્રપ્રદેશ સરકારે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં આગળ વધીને ભ્રષ્ટાચારના કેસોમાં તપાસ કરવા માટે આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરવાથી સીબીઆઈ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.
આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં પ્રવેશ કરવા સાથે સંબંધિત કેન્દ્રીય તપાસ સંસ્થાઓને આપવામાં આવેલા મંજુરી અંગેના પત્રને પરત ખેંચી લીધો છે. ભ્રષ્ટાચારના કેસોમાં અધિકારીઓ સામે તપાસ કરવા માટે રાજ્યમાં પ્રવેશ કરવા સીબીઆઈને મંજુરી આપવામાં આવી હતી પરંતુ આ પત્ર હવે પાછો ખેંચી લેવાયો છે. કેન્દ્ર સરકારના અધિકારીઓ, કેન્દ્રીય કંપનીઓ અને ખાનગી હેતુ સામે તપાસ કરવા માટે તથા દરોડા પાડવાના હેતુસર સીબીઆઈની ટીમ જુદા જુદા રાજ્યોમાં પ્રવેશ કરે છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ ૧૯૪૬ની કલમ ૬ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે સીબીઆઈ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. આંધ્રપ્રદેશના રાજ્યમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. આ વર્ષે ત્રીજી ઓગસ્ટના દિવસે આંધ્રપ્રદેશ સરકારે કેન્દ્ર સરકારના અધિકારીઓ, કેન્દ્ર સરકારની કંપનીઓ, ભ્રષ્ટાચાર અટકાયત ધારા સહિત જુદા જુદા કાયદા હેઠળ તપાસના ગુનાઓને શોધવા માટે આંધ્રપ્રદેશમાં સત્તા અને અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરવા દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસમેન્ટનો ઉપયોગ કરવા મંજુરી આપવામાં આવી હતી. દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ સીબીઆઇના અધિકારી કામ કરે છે. આઈપીસીની કલમ ૧૮૭ હેઠળ જુદા જુદા ક્ષેત્રોમાં સીબીઆઈ તપાસ હેઠળ આવરી લે છે.
રાજ્ય સરકારે હવે દરોડા અને તપાસ અથવા તો અન્ય પ્રકારની તપાસ કરવા સીબીઆઈની ગેરહાજરીમાં જરૂર પડશે તો એસીબીનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું છે કે, સીબીઆઈના દુરુપયોગ અને કેન્દ્ર સરકાર દ્વારા અન્ય કેટલીક કેન્દ્રીય સંસ્થાઓના દુરુપયોગ સામે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને ફરિયાદ મળ્યા બાદ કઠોર પગલુ લેવામાં આવ્યું છે. ચંદ્રાબાબુ નાયડુએ અગાઉ સીબીઆઈ, આઈટી, ઇડી અને અન્ય તપાસ સંસ્થાઓના દુરુપયોગ કરવાનો કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો. દેશમાં લોકશાહી બચાવો ઝુંબેશની હાકલ પણ નાયડુએ કરી છે પરંતુ ચંદ્રાબાબુ નાયડુની આ ઝુંબેશ સામે જોરદાર નારાજગીનું મોજુ ફરી વળે તેવી શક્યતા છે. ચંદ્રાબાબુ નાયડુએ એનડીએ સાથે છેડો ફાડ્યા બાદથી કેન્દ્ર સરકાર સામે જુદા જુદા મોરચા ખોલી દીધા છે. હવે સીબીઆઈના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હિલચાલને લઇને પણ રાજકીય પક્ષો દ્વારા તેમની ટિકા થઇ રહી છે.
ચંદ્રાબાબુ નાયડુએ એક સમયે એનડીએના સૌથી મહત્વપૂર્ણ અને વિશ્વસનીય સાથી તરીકે હતા પરંતુ હવે એનડીએના સૌથી મોટા વિરોધી તરીકે ઉભર્યા છે અને મોદી સરકાર સામે તમામ વિરોધ પક્ષોને સંગઠિત કરવાનું કામ કરી રહ્યા છે.

Related posts

ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાજપ સાંસદ રાજીનામું આપશે : ટિકૈત

editor

મોદીના નેતૃત્વમાં દેશ દુશ્મનોને જવાબ આપવા સક્ષમ : ફડણવીસ

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં સ્ટાર પ્રચારક યાદીમાંથી અડવાણી બહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1