Aapnu Gujarat
Uncategorized

૧૦ વર્ષનાં બાળક પર દીપડાએ હુમલો કરતા માતાએ બચાવ્યો જીવ

ઘણીવાર એવા કિસ્સાઓ આવી ચુક્યા છે જે જાણીને ‘માથી સવાયુ કોઈ નહીં’ તેવું કહી શકાય ‘મા તે મા, બીજા બધા વગડાનાં વા’ એ યુક્તિ અમસ્તા જ નહીં પડી હોય, ત્યારે ફરી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને મા પોતાના બાળક માટે શું કરી શકે છે તેનો અંદાજ આવશે.
બગસરા પંથકનાં રફાળા ગામે ખેતરમાં રમતા એક બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાનો બાળક પર હુમલો જોઇને માતાએ ડર્યા વગર દીપડા સામે ઝંપલાવ્યું હતુ અને દીપડા સામે પડકાર કરીને તેને ભગાડ્યો હતો અને પોતાના વ્હાલસોયા દીકરાનો જીવ બચાવ્યો હતો.
રફાળા ગામે ખેતમજૂરી કરતા પરપ્રાંતિય પરિવારનાં ૧૦ વર્ષનાં દીકરા રાજેશ પર દીપડીએ હુમલો કર્યો હતો, પરંતુ માતાની બહાદૂરી આગ દીપડાએ ઝુકાવવુ પડ્યું હતુ અને બાળકનો જીવ બચ્યો હતો. દીપડાએ બાળકનાં માથા અને મોઢા પર નહોર માર્યા હતા જેથી ઇજાગ્રસ્ત બાળકને બગસરા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
માતાની બાહદૂરીને કારણે દીકરાનો જીવ બચ્યો હતો. તો બીજી તરફ લોકો આ માતાની ભરપુર પ્રશંસા કરી રહ્યા છે.

Related posts

“શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય”નો ભૂતવડ ખાતે થયો શુભારંભ

editor

અમદાવાદમાં ૫૦ સેન્ટરમા રસીકરણની વેગવંતી કામગીરી

editor

हार्ट अटैक की वजह से ‘काबिल’ एक्टर नरेन्द्र झा का निधन हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1