Aapnu Gujarat
શિક્ષણ

ગુજરાત યુનિ.માં ૧૯ ડિસેમ્બરથી બીજા સત્રની પરીક્ષા યોજાશે

દિવાળી વેકેશન બાદ ગુજરાત યુનિવર્સિટી સોમવારથી પુનઃ ધમધમતી થશે. જોકે નજીકના સમયમાં પરીક્ષાઓ શરૂ થતી હોવાથી યુનિ.માં વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી તૈયારીઓ કરવા આવશે. યુનિમાં તા. ૧૩ નવેમ્બરના રોજથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ કરવામાં આવશે તેમજ ગુજરાત યુનિવર્સિટીનો પરીક્ષાનો પ્રથમ તબક્કો ઓક્ટોબરમાં પૂરો થયા બાદ દિવાળી વેકશન પડી જતાં હવે આગામી ૧૯ નવેમ્બરથી પરીક્ષાનો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે, જેમાં વિવિધ ફેકલ્ટીઓની ર૭ જેટલી પરીક્ષાઓ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે દરેક કેન્દ્ર પર ઓબ્ઝર્વર મૂકવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી બીજા તબક્કા માટે અલગ અલગ ફેકલ્ટીઓની સેમેસ્ટર પરીક્ષા યોજવા જઈ રહી છે, જેમાં બી.એ. (બી.એડ.), બી.એ., બી.એ.(હોમ સાયન્સ) સેમેસ્ટર-૩, બી.એ.(ઇન્ટિરિયર ડિઝાઇન) સેમેસ્ટર-૩ અને પ, બી.એ.(એલએલબી) સેમેસ્ટર-૪ અને ૮, બી.બી.એ., બી.સી.એ., બી.કોમ. સેમેસ્ટર-૩, બેચલર ઓફ પર્ફોર્મિંગ આર્ટસ સેમેસ્ટર-૧, બી.પી.એડ.સેમેસ્ટર-૧ અને ર, બી.આર.એસ. સેમેસ્ટર-૧, બી.એસસી. સેમેસ્ટર-૩ની પરીક્ષા યોજવામાં આવશે.
આ સાથે બી.એસસી(હોમ સાયન્સ) સેમેસ્ટર-૧, બીએસસી (આઇટી) સેમેસ્ટર-૩, બી.એસ.ડબલ્યુ સેમેસ્ટર-૧, બી.વોક. સેમેસ્ટર-૧, ડિપ્લોમા ઇન યોગા એજ્યુકેશન સેમેસ્ટર-૧ અને ર, અંગ્રેજી કસોટી, એલએલ.બી. સેમેસ્ટર-૧, એમ.સી.એ. સેમેસ્ટર-૩ અને પ, એમ.પી.એડ સેમેસ્ટર-૧ અને ૩, એમ.ફીલ.(ફિઝિકલ એજ્યુકેશન) સેમેસ્ટર-૧ અને ર, એમ.એસસી.(ઇ.સી.આઇ.)સેમેસ્ટર-૩ અને પ અને એમ.એસસી.(આઇટી) સેમેસ્ટર-૩ની પરીક્ષા લેવામાં આવશે.પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે દરેક કેન્દ્ર પર ઓબ્ઝર્વર મુકવામાં આવશે.
પ્રથમ તબક્કાની પરીક્ષા ઓક્ટોબરમાં પૂરી થયા બાદ તેના પેપરોનું એસેસમેન્ટ શરૂ કરાયું હતું, પરંતુ દિવાળી વેકેશનનાં કારણે યુનિવર્સિટીમાં તા.પ થી ૧૩ સુધી રજા જાહેર કરાયા બાદ હવે ૧૩મીથી પેપરોનું એસેસમેન્ટ ફરીથી શરૂ કરાશે.

Related posts

સીએસ ફાઇનલ પરિણામોમાં અમદાવાદનાં ત્રણ વિદ્યાર્થીઓ

aapnugujarat

આવતીકાલે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરાશે

aapnugujarat

કડીની એમ.એન.પ્રાથમિક શાળામાં સમાજ દર્શન ઉત્સવ ઉજવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1